એક્સપ્રેસ હાઇવે પર પશુ ન આવી જાય તે માટે ફેન્સીંગ કરવામાં આવી છે
પૈસા ચુકવીના મુસાફરી કરાતા એક્સપ્રેસ હાઇવેના રાખરખાવમાં ઓથોરીટીની બેદરકારી સામે આવી
પશુ આવી જવાને કારણે સર્જાયેલા અકસ્માતમાં પશુએ જીવ ગુમાવ્યો, અને કારને નુકશાન થવા પામ્યું
WatchGujarat. અમદાવાદ – વડોદરા હાઇવે પર મોટી સંખ્યામાં વાહનોની રોજેરોજ અવર – જવર થતી હોય છે. જો કે, પૈસા ચુકવીને મુસાફરી કરતા એક્સપ્રેસ વે ની જાળવણીમાં ઓથોરીટીની બેદરકારી છતી કરે તેવો કિસ્સો સામે આવ્યો હતો. ગુરૂવાર અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અમદાવાદ તરફ જઇ રહેલી કારની આડે પશુ આવી જતા અકસ્માત સર્જાયો હતો. એક્સપ્રેસ – વે પર સર્જાયેલા અકસ્માતમાં પશુનું મોત નિપજ્યું હતું.
https://youtu.be/CU2rgYzwBDI
લોકો ઝડપથી મુસાફરી કરી શકે તે માટે એક્સપ્રેસ – વે નું નિર્માણ કરવામાં આવ્યું હતું. એક્સપ્રેસ – વે પર ભાડું ચુકવીને મુસાફરી કરી શકાય તેવી વ્યવસ્થા છે. પરંતુ એક્સપ્રેસ – વે ની દેખરેખમાં હાઇવે ઓથોરીટી ઉણી ઉતરી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. વડોદરા – અમદાવાદ એક્સપ્રેસ હાઇવે આવેલો છે. એક્સપ્રેસ – વે પર મોટી સંખ્યામાં વાહનો અવર – જવર કરતા હોય છે. તાજેતરમાં એક સામે આવ્યો હતો.એક્સપ્રેસ – વે પર વડોદરાથી અમદાવાદ તરફ જઇ રહેલી કારની આડે પશું આવી ગયું હતું. જેને લઇને અકસ્માત સર્જાયો હતો.
એક્સપ્રેસ – વે પર પશુઓ આવી ન જાય તે માટે વિશેષ પ્રકારે ફેન્સીંગ કરવામાં આવે છે. જેને કારણે એક્સપ્રેસ – વે પર મુસાફરોની મુશ્કેલીમાં ઘટાડો કરી શકાય. પરંતુ એક્સપ્રેસ – વે પર ફેન્સીંગની જાળવણીમાં હાઇવે ઓથોરીટીની બેદરકારી સામે આવી હતી. એક્સપ્રેસ વે પર પસાર થતી વખતે સાંકરદા પાસે પશુ રસ્તા પર આવી જવાના કારણે કાર સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પશુનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જો કે, કારમાં મુસાફરી કરતા લોકોને કોઇ ઇજા થઇ ન હતી.
પશુ સાથે અકસ્માત થયાની જાણ થતા હાઇવે ઓથોરીટીના કર્મીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને પશુને ત્યાંથી અન્યત્રે લઇ જવાની વ્યવસ્થા કરી હતી. પશુને ઉંચકીને લઇ જવા માટે ક્રેઇનની મદદ લેવામાં આવી હતી. દરમિયાન વડોદરાથી અમદાવાદ તરફ જતા ટ્રાફીકને ટુંકા ગાળા માટે રોકવાની ફરજ પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે થયેલા અકસ્માતમાં સદ્ભાગ્યો કારમાં બેઠેલા વ્યક્તિઓને કોઇ જાનહાની થઇ ન હતી. પરંતુ કારની આડે આવેલા પશુનું મૃત્યું થયું હતું. જેને પગલે હાઇવે ના ફેન્સીંગના મેઇન્ટેનન્સમાં હાઇ – વે ઓથોરીટીની ગંભીર બેદરકારી સામે આવી હતી. જો આ અંગે સત્વરે કોઇ યોગ્ય પગલા લેવામાં નહિ આવે તો આગામી સમયમાં ગંભીર અકસ્માતની ઘટના બની શકે છે.