• બરોડા ડેરીનો વિવાદ ફરી વકર્યો, એકવાર સમાધાન થયા બાદ સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે ફરી એકવાર મોરચો માંડ્યો
  • ધારાસભ્યો અને બરોડા ડેરીના શાસકો વચ્ચેની બેઠક રદ થઈ, ડેરીના શાસકો બેઠકમાં આવવા તૈયાર ન થતા બેઠક રદ કરવામાં આવી
  • બેઠક રદ થયા બાદ જિલ્લાના ભાજપના ચાર ધારાસભ્યોએ રણનીતિ બદલી, જેમાં દૂધ મંડળીઓના પ્રમુખ અને મંત્રીઓ પણ હાજર રહેશે
  • બરોડા ડેરી દૂધના ભાવફેર અંગે યોગ્ય નિર્ણય ન લેવા માટે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે

WatchGujarat. સાવલીના ધારાસભ્ય અને બરોડા ડેરીના સત્તાધીશો વચ્ચે થોડા દિવસો પહેલા આરોપ પ્રત્યારોપનો દોર ચાલ્યો હતો. બન્ને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હતું. હવે કેતન ઈનામદાર દ્વારા આ મુ્દ્દાને ફરીથી ઉઠાવવામાં આવ્યો છે. ત્યારે આ વિવાદ વધુ વકર્યો છે. પશુપાલકોને ભાવફેરની રકમ ન ચૂકવવામાં આવતા કેતન ઈનામદારે ફરી આંદોલન શરૂ કર્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર આજે કેતન ઈનામદાર અને ડેરીના શાસકો વચ્ચેની બેઠક રદ કરવામાં આવી છે. પરંતુ ડેરીના શાસકો બેઠકમાં આવવા તૈયાર ન થતા બેઠક રદ કરવામાં આવી છે. જે બાદ આ બેઠક હવે ધારાસભ્યોએ સર્કિટ હાઉસમાં કરી હતી. જેમાં દૂધ મંડળીઓના પ્રમુખ અને મંત્રીઓ પણ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ કેતન ઈનામદારે બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારના આરોપો કર્યા હતા.

વહીવટમાં પશુપાલકોને અન્યાય થતા ધારાસભ્ય કોપાયમાન થયા

નોંધનીય છે કે આ મામલે બરોડા ડરીમાં ધારાસભ્યો કેતન ઇનામદાર અને અક્ષય પટેલની આગવાનીમાં પશુપાલકો દ્વારા ડેરી પ્રમુખને રજૂઆત કરવામાં આવી હતી. જોકે, દૂધમાં યોગ્ય ભાવફેર અંગે સત્તાધિશો સાથેની બેઠકમાં કોઇ નિવેડો આવ્યો નહોતો. જેથી કેતન ઇનામદાર બેઠક છોડીને નીકળી ગયા હતા. ડેરીના સત્તાધીશો હાજર ન થતાં આજે યોજાયેલી બેઠક રદ કરવામાં આવી હતી. જેને જોતા હવે ડેરીનું આંદોલન ઉગ્ર બને તેવી શક્યતા છે. પરંતુ ડેરીની વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકોને ભાવફેરની વધુ રકમ ના ચૂકવતાં ધારાસભ્ય રોષે ભરાયાં છે અને જો આ નાણાં નહીં ચૂકવવામાં આવે તો બરોડા ડેરીમાં હલ્લાબોલની ચીમકી આપી છે. કેતન ઈનામદારે દાવો કર્યો છે કે ધારાસભ્ય અક્ષય પટેલ, શૈલેષ મહેતા, મધુ શ્રીવાસ્તવ તેમની સાથે છે. તેમને મીડિયા સાથેની વાતચીતમાં જણાવાયું હતું કે, આગામી તારીખમાં ગુરૂવારના દિવસે વડોદરા જિલ્લા, છોટાઉદેપુર જિલ્લાના સભાસદો બરોડા ડેરીની સામે હલ્લા બોલ કરશે. જ્યાં સુધી પશુપાલકોને ભાવફેરની રકમનો વધારો ન મળે ત્યાં સુધી હું બરોડા ડેરીની સામે તંબુ નાખીને બેસીશ. જ્યાં સુધી દૂધ ઉત્પાદકોને ન્યાન નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન કરીશું.

શું છે સમગ્ર મામલો

બરોડા ડેરીમાં દૂધ આપતાં દૂધ ઉત્પાદકોને યોગ્ય ભાવવધારો ન આપતાં વિવાદ સર્જાયો હતો. હકીકતમાં પશુપાલકોને બરોડા ડેરી તરફથી કરવામાં આવેલા ભાવ વધારાનો લાભ ના મળવાના કારણે કેતન ઈનામદાર આ મુદ્દાને અવારનવાર ઉઠાવી રહ્યાં છે. જે બાદ  દૂધ ઉત્પાદકોને ભાવફેર આપવા મુદ્દે સમાધાન થયું હતું. પરંતુ તેનો અમલ ન થતાં ગઈ કાલે પરાક્રમસિંહ જાડેજાએ સાવલી પહોંચીને દૂધ ઉત્પાદકો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ધારાસભ્ય કેતનઈનામદાર દ્વારા ડેરી પ્રમુખ અને અધિકારીઓને બુધવાર સુધીની મુદત આપી હતી. જે બાદ આજે કેતન ઈનામદારને પરાક્રમસિંહ જાડેજા દ્વારા બરોડા ડેરી ખાતે બોલાવવામાં આવ્યાં હતા. પરંતુ ભાવફેર મુદ્દે કોઈ યોગ્ય નિર્ણય ન લેવાતા હવે કેતન ઈનામદાર સહિત અન્ય ધારાસભ્યોએ ડેરી સામે બળવો કર્યો છે.

કેતન ઈનામદારને વધુ બે ધારાસભ્યોનો ટેકો

ધારાસભ્ય કેતન ઈનામદારને ભાજપને વધુ બે ધારાસભ્યોનો ટેકો મળતા રાજકારણ ગરમાયું છે.પ્રાપ્ત વિગતો અનુસાર વાઘોડિયા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. જ્યાં તેમના દ્વારા કેતન ઈનામદારને પોતાનું સમર્થન આપવામાં આવ્યું હતું. મધુ શ્રીવાસ્ત અગાઉ પણ બરોડા જેરીના પ્રમુખ પર ગેરરીતિ આચરવાનો આરોપ લગાવી ચૂક્યાં છે એવામાં ફરીથી એક વખત મધુ શ્રીવાસ્તવે પશુપાલકોના હિતમાં પોતાનો અવાજ બુલંદ કર્યો છે. જે માટે આજે કેતન ઈનામદાર અને મધુ શ્રીવાસ્તવ સર્કિટ હાઉસ ખાતે મળીને બેઠક યોજી હતી. જેમાં ડેરી સાથેના દૂધ ઉત્પાદકોના વિવાદ અંગે ચર્ચા થઈ છે.

આ સમયે સર્કિટ હાઉસ ખાતે પહોંચેલા વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મીડિયા સાથે વાત કરતાં કેતન ઈનામદારની વાતમાં સૂર પૂરાવ્યા હતા. મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, કેતન ઈનામદારનો ફોન આવ્યો હતો અને સર્કિટ હાઉસ પર મળવા બોલાવ્યો હતો. જ્યાં વડોદરા જિલ્લાના પશુપાલકોની ચિંતા વિશે વાત કરી હતી. બરોડા ડેરીમમાં ચૂંટાયેલા સભાસદો પશુપાલકોની ચિંતા કર્યા વિના ફરવા નીકળી પડ્યાં છે. હું પહેલા ડેરીના ચેરમેન પદે રહી ચૂક્યો છું અને પશુપાલકોની ચિંતાથી પૂરેપૂરી રીતે વાકેફ છું. તેથી તેમના અને નિર્ણય લઈશું. ઉલ્લેખનીય છે કે આ બાબતે ડભોઇના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા(સોટ્ટા), વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને કરજણના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલે કેતન ઇનામદારને ટેકો આપ્યો છે અને પશુપાલકોને યોગ્ય ભાવ આપવાની માગ કરી છે. એક તરફ જિલ્લાના ધારાસભ્યો અને બીજી તરફ ડેરીના સત્તાધીશો. બંને પક્ષ પોતાની જીદ પર અડગ છે. જોથી આ વિવાદ વધશે તેવી શક્યતાઓ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud