કપડાની સિલાઇ કરીને જીવન ગુરાજરતા પરિવારનો માસુમ બાળક ઘર આંગણે રમતો હતો
પોલ્ટ્રી વાનની ટક્કરે બાળકને માથાના ભાગમાં ગંભીર ઇજાઓ થવા પામી હતી
ગંભીર રીતે ઘાયલ બાળકને તાત્કાલિક સારવાર માટે રીક્ષામાં લઇ પરિવારજનો એસએસજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા
WatchGujarat. કોરોનાના કપરા કાળમાં અકસ્માતની ગમખ્વાર ઘટના સામે આવી હતી. શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં ઘર આંગણે રમતા 16 માસના બાળકને પસાર થતી પોલ્ટ્રી વાને ટક્કર મારી હતી. વાનની ટક્કરે ગંભીર રીતે ઘાયલ માસુમનું મોત નિપજ્યું હતું. ઘટના બાદ વાન ચાલક ફરાર થયો હતો. સમગ્ર મામાલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, હમીદઉલ્લા જીઆઉલ્લા અંસારી (ઉં-33) (રહે- લક્ષ્મીનગર, એકતાનગર-આજવા રોડ) ઘરે કપડાની સિલાઇ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના પરિવારમાં પત્ની, પુત્રી અરસી હમીદ (ઉં-6 વર્ષ) અને પુત્ર હમ્માદહાસીમ (ઉં-16 માસ) છે. રવિવારે સવારે તેમનો 16 માસનો માસુમ પુત્ર દમ્માદહાસીન અંસારી ઘર પાસે રમતો હતો. દરમિયાન ઘર પાસેથી મરઘા ભરેલી પોલ્ટ્રી વાન બેદરકારી ભરી રીતે હંકારીને માસુમને ટક્કર મારી હતી. વાનની ટક્કરે ગંભીર રીતે ઘાયલ માસુમના માથાના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. અકસ્માતને પગલે ચાલક સ્થળ પર વાન છોડીને નાસી છુટ્યો હતો.
ગંભીર રીતે ઘાયલ થયેલા માસુમને પરિવારજનો તાત્કાલિક સારવાર માટે રીક્ષામાં લઇ એસએસજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જો કે, સ્થળ પર હાજર ડોક્ટરોએ તપાસ કર્યા બાદ બાળકને મૃત જાહેર કર્યો હતો. માસુમ બાળકના પિતાએ સમગ્ર મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી પોલ્ટ્રી વાનના ફરાર ચાલકને પકડી પાડવાના ચક્રોગતિમાન કર્યા હતા.
બીજી બાજુ અકસ્માતને પગલે વિસ્તારમાં લોકટોળા એકત્ર થયા હતા. અને પોલ્ટ્રી વાનની તોડફોડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલાની જાણ થતા જ સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.