• વડોદરા જિલ્લા SOG પીઆઇ અજય દેસાઇ અને તેમના પત્ની સ્વીટીબેન મહેન્દ્રભાઇ પટેલ કરજણમાં રહે છે
  • ગાંધીનગરથી સૂચના બાદ વડોદરા રેન્જના DIG અને જિલ્લા SP સહિતનો કાફલો ગતરોજ કરજણ દોડી આવ્યો
  • જિલ્લાની LCB અને SOGની ટીમો દ્વારા વિવિધ સંભાવનાઓને ધ્યાને રાખીને અનેક દિશાઓમાં તપાસ શરૂ કરવામાં આવી

WatchGujarat. વડોદરા જિલ્લાના SOG પીઆઇ અજય દેસાઇના પત્ની છેલ્લા એક મહિનાથી ગુમ થતા ભારે ચકચાર મચી જવા પામી છે. પીઆઇના પત્ની ગત 6 જુનની મોડી રાતે 02 વર્ષના પુત્રને મુકી અગમ્ય કારણોસર ઘરેથી નિકળ્યાં હતાં. સમગ્ર મામલે પીઆઇના સાળાએ ગત તા.11 જૂનના રોજ કરજણ પોલીસ મથકે ગુમની જાણ કરી હતી. 24 દિવસ બાદ પણ ગુમ પીઆઇના પત્નીને શોધવામાં કરજણ પોલીસ નિષ્ફળ રહી છે. તો સમગ્ર મામલે જાણ થતા ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ DIG અને SP સહિતનો પોલીસ કાફલો ગતરોજ કરજણ દોડી ગયો હતો.

વડોદરા જિલ્લા SOG પીઆઇ અજય દેસાઇ અને તેમના પત્ની સ્વીટીબેન મહેન્દ્રભાઇ પટેલ કરજણમાં રહે છે. સ્વીટીબેન (ઉં.37) ગત. 6 જુનના રોજ સ્વીટીબેન પુત્રને મુકીને કોઇને પણ જાણ કર્યા વગર નિકળી ગયાં હતાં. સ્વીટીબેનની ઘર તથા આપસાપ ભાળ નહિ મળતા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

આ ઘટનાના પાંચ દિવસ બાદ તા.11મીએ સ્વીટીબેનના ભાઇ જયદિપ પટેલે (રહે.આણંદ) બપોરે કરજણ પોલીસ મથકમાં ગુમની જાણ કરી હતી. કરજણ પોલીસે બપોરે 3.50 કલાકે જયદીપ પટેલની ફરિયાદને આધારે જાણવા જોગ નોંધ દાખલ કરી હતી. કરજણ પોલીસને 24 દિવસથી સ્વીટીબેનનો કોઈ પત્તો લાગી શક્યો નથી. સ્વીટી બેન પાસે ફોન નહિ હોવાને કારણે પોલીસ દ્વારા તેના આધારે શોધખોળ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ નથી.

ગાંધીનગરથી સૂચના બાદ વડોદરા રેન્જના DIG અને જિલ્લા SP સહિતનો કાફલો ગતરોજ કરજણ દોડી આવ્યો હતો. ગતરોજ તપાસ કરજણ પોલીસ પાસે આંચકી લઈ DySPને સોંપી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા. ઉપરાંત જિલ્લાની LCB અને SOGની ટીમો દ્વારા વિવિધ સંભાવનાઓને ધ્યાને રાખીને અનેક દિશાઓમાં તપાસ શરૂ કરવામાં આવી છે.

સ્વીટીબેનની ભાળ મેળવવા પોલીસની સોશીયલ મીડિયા પર અપીલ

સ્વીટીબેને BAનો અભ્યાસ કરેલો છે. તેઓ ઘરેથી સફેદ ફુલની ડિઝાઇનનું કાળુ ટોપ અને પાયજામાં નિકળ્યાં હતાં. સ્વીટીબેનને ઊંચાઈ 162 સેમી છે, તેઓ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષા જાણે છે. સ્વીટીબેન અંગે ડભોઈ DySP, કરજણ પીઆઇ અથવા કરજણ પોલીસને 02666-232060 પર જાણ કરવાની પોલીસે સોશ્યલ મીડિયા પર અપીલ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud