• શહેરમાં રાત્રી કર્ફ્યુની અમલવારી પોલીસ દ્વારા કરવામાં આવે છે
  • વડોદરામાં રાત્રી કર્ફ્યુની અમલવારી દરમિયાન ગત રોજ નવાયાર્ડ વિસ્તારમાં લગ્ન પ્રસંગ નિમિત્તે ડીજે પાર્ટીનો વિડીયો વાયરલ
  • વિડીયોમાં લોકો કોરોનાને ભુલીને સંગીતના તાલે ઝુમતા જોવા મળ્યા
  • સમગ્ર મામલે પોલીસે પાંચ જેટલા લોકોની અટકાયત કરી

Watchgujarat. કોરોનાની બીજી વેવમાં સંક્રમણનો વેગ સહેજ ઘટી રહ્યો છે. પરંતુ હજી કોરોના ગયો નથી. તેવા સમયે શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રાત્રીના સમયે લગ્ન પ્રસંગ નિમિત્તે યોજાયેલી ડીજે પાર્ટીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી. અને પાર્ટી કરનારાઓએ પોલીસ સ્ટેશનના મહેમાનગતિ માણવી પડી હતી.

રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં સ્થિતી વધારે કપરી બની હતી. તેવા સમયે કોરોના પર કાબુ મેળવવાના ઉપાયો અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આંશિક લોકડાઉન અને રાત્રી કર્ફ્યુ જેવા નિયમો લાદી દેવામાં આવ્યા હતા. તાજેતરમાં રાજ્ય સરકારે આંશિક લોકડાઉન અને રાત્રી કર્ફ્યુના સમયમાં થોડીક છુટછાટ પણ આપી હતી. હાલ પોલીસ દ્વારા રાત્રી કર્ફ્યુની અમલવારી કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા રાત્રી કર્ફ્યુની અમલવારી દરમિયાન ગત રોજ શહેરના નવાયાર્ડ વિસ્તારમાં લગ્ન પ્રસંગ નિમિત્તે ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીજે પાર્ટીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાને કારણે પોલીસ એક્શનમાં આવી હતી.

વિડીયો અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, નવાયાર્ડ ડી કેટીન પાસેના ફૂલવાડી મહોલ્લામાં લગ્ન નિમિત્તે ડીજે પાર્ટી યોજાઇ હતી. ડીજે પાર્ટીમાં લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગ વગર ડાન્સ કરતા નજરે પડ્યા હતા. વિડીયોમાં એક વ્યક્તિને ખભે બેસાડીને લોકો આજુબાજુ નાચી રહ્યા હોવાનું પણ જોવા મળ્યું હતું. વિડીયો વાયરલ થતા પોલીસની રાત્રી કર્ફ્યુની અમલવારીની પોલી ખુલ્લી પડી જવા પામી હતી. રાત્રી કર્ફ્યુ દરમિયાન મોટાભાગે શહેરના દર ચાર રસ્તા પર પોલીસને પહેરો જોવા મળતો હોય છે. તેવા સમયે ડીજે પાર્ટીનો વિડીયો વાયરલ થવાથી સ્થાનિક પોલીસની કામગીરીને લઇને અનેક સવાલ ઉઠવા પામ્યા છે. વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવહી શરૂ કરી હતી. અને મામલે પાંચ જેટલા લોકોની અટકાત કરવામાં આવી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના હજી ગયો નથી. કોરોનાની બીજી વેવમાં માત્ર પોઝીટીવ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોના સામે નાની અમથી પણ બેદરકારી જીવલેણ સાબિત થઇ શકે છે. ત્યારે આપણે સૌએ માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું સહિતના નિયમો પાળવા પડશે. જો તેમ કરવામાં નહિ આવે તો કોરોના સામેની લડાઇ નબળી બનશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud