આજવા રોડ સ્થિત પ્રધાનમંત્રી આવાસ યોજનાના ત્રિજા માળેથી મૃત બાળક મળી આવ્યું હતુ.
મજુરી કામ કરવા આવેલા શ્રમિકોએ રેતી ઉપાડતા બાળક જોવા મળ્યુ
ઘટના સ્થળે પહોંચેલી પોલીસે આ ક્રુત્ય કરનારને ઝડપી પાડવા ડોગ સ્કોડ અને એફ.એસ.એલની મદદ મેળવી
WatchGujarat શહેરમાં નવજાત બાળકને ત્યજી દેવાયો હોવાનો વધુ એક શર્મસાર કિસ્સો સામે આવ્યો છે. પોતાનુ પાપ છુપાવવા માટે તાજા જન્મેલા મૃત બાળકને નિર્દયતાપૂર્વક રેતીના ઢગામાં છુપાવી દેવામાં આવ્યું હતુ. મજુરી કામ કરવા આવેલા શ્રમિકોએ રેતી ઉપડતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. બનાવને પગલે બાપોદ પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, આજવા રોડ પર આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન બની રહ્યાં છે. જ્યાં બિલ્ડીંગના ત્રીજા માળે શ્રમિકો મજૂરી કામ અર્થે પહોંચ્યાં હતા. તેવામાં રેતીનો ઢગલો ઉપડાતા તેની નિચે એક તાજુ જન્મેલુ બાળક મૃત અવસ્થામાં જોવા મળ્યું હતુ. જેથી આ અંગે શ્રમિકોએ પોલીસને જાણ કરી હતી.
ઘટના અંગે બાપોદ પોલીસને જાણ થતાં તેઓ સ્થળ પર પહોંચ્યાં હતા. જ્યાં બાળકનો કબજો મેળવી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. બીજી તરફ ક્રુત્ય કરનારને ઝડપી પાડવા પોલીસે ડોગ સ્કોડ અને એફએસએલની મદદ લીધી હતી. જોકે નવજાત બાળકને કોણ આ રીતે રીતેની ઢગલામાં છુપાવી ગયુ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.