• કુબેર ભવન ખાતે આવેલા સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની ઓફિસ આવેલી છે
  • એસજીએસટી વિભાગમાં હાલ એસેમેન્ટ સહિતની અન્ય કામગીરી ચાલી રહી છે
  • ઓફિસમાં અગાઉ પણ અનેક કર્મીને કોરોના પોઝીટીવ આવ્યા હતા
  • આવી પરિસ્થિતિના કરદાતાને નુક્શાન ન થાય તે માટે નિયત સમયમર્યાદા સાથે કરવાની કામગીરીમાં છૂટ છાટ આપવી જોઈએ

વડોદરા. કુબેર ભવન ખાતે આવેલી સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કચેરી ખાતે કમિશ્નર કક્ષાના ઉચ્ચ અધિકારીઓને કોરોના પોઝીટીવ આવતા વિભાગમાં ફફડાટ વ્યાપી ગયો છે. વિભાગની ઘણી ખરી કામગીરી ઓનલાઇન ચાલી રહી છે. પરંતુ ઉચ્ચ અધિકારીઓને કોરોના પોઝીટીવ અવવાને કારણે હાલ ચાલી રહેલી એ સેસમેન્ટ અને અન્ય વહીવટી કામગીરી સહિતની કામગીરી ખોરવાશે તેમ મનાઈ રહ્યું છે.

શહેરમાં કોરોના પોઝીટીવ કેસોમાં છેલ્લા કેટલાય દિવસોથી વધારો થઈ રહ્યો છે. બુધવારે શહેરમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 10 હજારને આંક પર કર્યો હતો. દરમિયાન અનેક સરકારી કચેરીમાં પણ કોરોના પોતાનો વ્યાપ વધારી રહ્યો છે. તાજેતરમાં કુબેર ભવન ખાતે આવેલી સ્ટેટ જીએસટીમાં કાર્યરત કમિશ્નર કક્ષાના અધિકારીને કોરોના પોઝીટીવ આવ્યો હતો. જેને કારણે અન્ય કર્મીઓમાં ભારે ચિંતા સાથે ફફડાટ જોવા મળ્યો હતો.

હાલ વિભાગમાં વેટ એસેસમેન્ટ સહિતની કામગીરી ચલાઈ રહી છે. ઉચ્ચ અધિકારીઓને કોરોના પોઝીટીવ આવતા વિભાની કામગીરી પર તેની ચોક્કસ પણે અસર પડશે તેમ મનાઈ રહ્યું છે. જો કે, વિભાગની ઘણી ખરી કામગીરી ઓનલાઇન કરવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં સમય મર્યાદામાં પૂર્ણ કરવાની કામગીરીમાં છૂટછાટ આપવી જોઈએ તેમ જાણકારો માની રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud