• પાણીગેટ વિસ્તારમાં આવેલા ધમાકા શુઝના સંચાલકે દુકાન ખોલી ગ્રાહકોને બુટ ખરીદવા આમંત્ર્યા
  • દુકાનમાં બુટનુ વેચાણ ચાલતુ હોવાની જાણ પોલીસને થતાં કાફલો ત્રાટક્યો
  • કોઇને શંકા ન જાય તે માટે દુકાનદારે શટર બંધ કરી બહાર તાળુ મારી દીધુ હતુ
  • પોલીસે તાળુ ખોલાવી શટર ઊંચુ કરતા દુકાનમાં બુટની ખરીદી કરતા 22 જેટલા લોકો ઝડપાયા

WatchGujarat. શહેરમાં છેલ્લા 48 કલાકમાં કોરોના પોઝિટીવ દર્દીઓનો હોસ્પિટલમાં નજીવો ઘસારો ઓછો થતાં કેટલાક લોકો જાણે કોરોના જતો રહ્યો હોય તેમ વર્તી રહ્યાં છે. કોરોનાનો કહેર હજી યથાવત છે, ત્યારે પાણીગેટ વિસ્તારમાં આવેલા ધમાકા શુઝમાં બુટની ખરીદી કરવા પહોંચેલા 22 જેટલા લોકોને પોલીસે ઝડપી પાડી દુકાન માલિક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કોરોનાની બીજી વેવમાં સંક્રમણ તેજ ગતિથી વધી રહ્યું છે. એટલું જ નહિ કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. એક તબક્કે હોસ્પિટલના બેડ, ઓક્સિજન અને જીવન રક્ષક રેમડેસિવિર ઇન્જેક્શનની ભારે અછત સર્જાઇ હતી. તેવા સમયે કોરોના પર કાબુ મેળવવા માટે કોરોના કર્ફ્યુ સહિતના નિયમો લાદી દીધા હતા. નિયમો લાગી દીધા બાદ કોરોના પર આંશિક કાબુ મેળવવામાં સફળતા મળી હોવાનો સરકારી તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે, કેટલાક લોકો સરકારના નિયમોનું ઉલ્લંઘન કરતા હોય છે. તેવા તત્વો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, પાણીગેટ વિસ્તાર પાસે આવેલી ધમાકા શુઝ નામી દુકાન ચાલુ રાખવા અંગે પોલીસને બાતમી મળી હતી. બાતમીની ખરાઇ કરવા માટે પોલીસની ટીમે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી તો દુકાન બહાર એક ઇમસ ઉભો હતો. અને તેને દુકાનના શટરનું તાળું ખોલવાનું કહ્યું હતું. દુકાનનું તાળુ ખોલી અંદર જતા 22 જેટલા ગ્રાહકો ખરીદી કરતા હોવાની વાત સામે આવી હતી. આમ, કરીને કોરોનાના કપરા કાળમાં દુકાન માલિકે પોતાને અને અન્યનો જીવ જોખમમાં મુક્યો હતો.

પોલીસે કોવિડ ગાઇડલાઇન અને પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ભંગ  તેમજ એપેડેમીક એક્ટ અંતર્ગત દુકાનના માલિક સહિત ત્રણ આરીફ અબ્દુલગની મેમણ (રહે- મેમણ કોલોની, આજવા રોડ), આદિલ મહંમદ પીંજારી (જીઇબી ઓફિસની બાજુમાં, માંડવી), સાહિલ હનિફભાઇ અરબ (માંડવી, રાવપુરા)ની અટકાયત કરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud