• નોકરી ઇચ્છુકોને બેન્ક ઓફ બરોડા સહીત અન્ય બેન્કોમાં નોકરી અપાવવાના બહેન છેતરપીંડી કરતો ભેજાબાજ
  • યુવાનને નોકરી અપાવવા માટે ભેજાબાજે ત્રણ ચેક સહીત અન્ય ડોક્યુમેન્ટ મેળવી ફોન ઉઠાવાના બંધ કરી દીધા હતા.
  • આજ મોડ્સ ઓપરેન્ડી વાપરી ભેજાબાજ અન્ય વ્યક્તિઓના નામે લોન લઇ વાહનો ગીરવે મુકી દેતો
  • પ્રીવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચને ભેજાબાજની બાતમી મળી તેની ધરપકડ કરી

 

વડોદરા. સરકાર ભલે કેટલી પણ જાહેરાતો કરે કે, દેશના યુવાનો શિક્ષિત બેરોજગાર નથી પરંતુ વડોદરામાં બનેલી ઘટના એક પુરાવો છે કે આજેય કેટલાય યુવાનો નોકરી વગર ઝઝુમી રહ્યાં છે. જેનો ગેરફાયદો ઉઠાવી ભેજાબાજો રૂપિયા પડાવી મોજ કરી રહ્યાં છે. જોકે આ ઘટનામાં શહેર પોલીસની પીસીબી ટીમે આવાજ એક ભેજાબાજની ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા અવિરાજ કોમ્પલેક્ષમાં રહેતો નિતિન બાલકૃષ્ણ ઢોમસે નોકરી વાંચ્છુકોને બેન્ક ઓફ બરોડા સહીત અન્ય બેન્કોમાં નોકરી અપાવવાની ખાતરી આપી તેમની પાસેથી રૂપિયા પડાવી લેતો હતો. આજ મોડ્સ ઓપરેન્ડી સાથે ભેજાબાજ નિતિને મકરપુરા વિસ્તારમાં રહેતા એક યુવનકને શિકાર બનાવ્યો હતો. યુવકને બેન્કમાં એકાઉન્ટન્ટ તરીકેની નોકરી અપાવવા માટે તેની પાસેથી ત્રણ ચેક સહીત અન્ય જરૂરી દસ્તાવેજો લીધા હતા.

યુવકના બેન્ક ખાતાના ચેક અને અન્ય દસ્તાવેજો મેળવી લીધા બાદ ભેજાબાજ નિતિને તેના ફોન ઉઠાવવાના બંધ કરી હતી. ત્યારબાદ નિતિને સોમાતળાવ સ્થિત હોન્ડાના શોરૂમમાં જઇ યુવના નામે એક્ટિવા છોડાવી મોજ કરવા લાગ્યો હતો. દરમિયાન સમગ્ર મામલો પોલીસ પાસે પહોંચ્યો હતો. જ્યાં શહેર પોલીસની પી.સી.બી ટીમને ભેજાબાજ અંગે ચોક્કસ બાતમી મળી હતી કે તે મકરપુરા ડેરી નજીક એક સુપર સ્ટોર પાસે ઉભો છે. બાતમી મળતા જ પીસીબી ટીમે સ્થળ પર પહોંચી ભેજાબાજને દબોચી લીધો હતો. ઉપરોક્ત ગુના સંદર્ભે પોલીસે ભેજાબાજની પુછપરછ કરતા તેના આ ગુનો આચર્યો હોવાનો એકરાર કરી લીધો હતો.

આ ઘટના બાદ શહેર પોલીસે એક જાહેર અપીલ કરતા જણાવ્યું છે કે, કોઇના પણ વિશ્વાસમાં આવી પોતાના જરૂરી ડોક્યુમેન્ટસ આપવા નહીં, આવુ કરવાથી કોઇ પણ વ્યક્તિ તમારા ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરી આ પ્રકારના ગુના આચરી શકે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud