• સામાન્ય ખાંસી, હાથ – પગમાં દુઃખાવો હોય સયાજી હોસ્પિટલ કે ગોત્રી હોસ્પિટલ પર દોડી જવાની જરૂર નથી – ડો. બેલીમ.

 

Watch Gujarat. કોરોના સંક્રમણે પુનઃ માથું ઉચક્યું હોવાથી સામાન્ય પ્રજાજનોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આ સંજોગોમાં સયાજી હોસ્પિટલના ડોક્ટર ઓ. બી. બેલીમે ‘સામાન્ય લક્ષણો હોય તો સરકારી હોસ્પિટલ પર ભીડ નહીં કરવા’ લોકોને અપીલ કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ખાનગી દવાખાનાના કે ખાનગી પ્રેક્ટિસ કરતાં મોટાભાગના તબીબો સામાન્ય લક્ષણો ધરાવતાં દર્દીઓને હાથ લગાડતાં ગભરાતાં હોય છે. જેને પગલે ગભરાયેલા દર્દીએ ટેસ્ટ અને સારવાર કરાવવા માટે સરકારી હોસ્પિટલમાં જવું પડતું હોવાના કિસ્સાઓ પણ અત્યાર સુધીમાં બન્યાં છે.

છેલ્લાં એક વર્ષથી કોરોનાએ લોકોના મનમાં ભયંકર ડર ઉત્પન્ન કરી દીધો છે. એમાંય તાજેતરમાં યોજાયેલી ચૂંટણી ટાણે કોરોના જાણે જતો રહ્યો હોય તેવું વર્તન સરકાર અને પ્રજા દ્વારા આચરવામાં આવ્યા બાદ હવે કોરોના સંક્રમણ પુનઃ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. સરકારી તંત્ર કાગળ પર કોરોનાને કાબૂમાં રાખી રહ્યું છે પરંતુ, વાસ્તવિક સ્થિતિ ખૂબ જ વરવી હોવાનું જાણકારોનું કહેવું છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

શહેરની સોસાયટી – પોળમાં કોઈ વ્યક્તિ કોરોના પોઝિટીવ આવે કે આસપાસ રહેતાં લોકોમાં ભયનું વાતાવરણ સર્જાઈ જાય છે. કોરોનાના લક્ષણો વિશેની વિવિધ પ્રકારની માહિતીઓને પગલે સામાન્ય છીંક આવે કે ગળામાં દુઃખાવો થાય તોય વ્યક્તિ કોરોના થયો હોવાનું માનીને ડરી જાય છે. કોરોના કાળમાં ખાનગી પ્રેક્ટિસ કરતાં કે ખાનગી દવાખાનામાં નોકરી કરતાં મોટાભાગના તબીબોએ તો છેલ્લાં 1 વર્ષથી દર્દીને હાથ લગાડવાનું જ છોડી દીધું છે. દર્દીને તપાસ્યા વિના જ દૂરથી દવા લખી આપીને પૂરી કમાણી કરતાં તબીબોને કોરોના કાળ ખૂબ સારો ફળ્યો છે.

ખાનગી તબીબોનો અનુભવો વિશેનાં અનુભવો નિહાળીને તેમજ વાતો સાંભળીને લોકો સરકારી દવાખાનામાં સારું ટેસ્ટિંગ થશે – સારવાર મળશે તેવી આશા સેવી રહ્યાં છે. આ સંજોગોમાં સયાજી હોસ્પિટલના ઇમર્જન્સિ મેડિસીન વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. ઓ. બી. બેલીમે મિડીયા સાથેની વાતચિતમાં જણાવ્યા અનુસાર, સામાન્ય લક્ષણો હોય તો તેની સારવાર માટે કે ટેસ્ટિંગ માટે સયાજી કે ગોત્રી હોસ્પિટલમાં ભીડ કરવાની જરૂર નથી. સામાન્ય ખાંસી, હાથ – પગનો દુઃખાવો જેવાં લક્ષણો હોય તો આસપાસના નાનાં – મોટા ડોક્ટર પાસે સારવાર કરાવી લેવી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud