• આજે સવારે 8 વાગ્યે બળવંત ગોહિલે કૂતરાંને માર મારી લોહી લુહાણ કર્યો.  
  • અગાઉ પાંચેક કૂતરાઓને મારીને કારમાં લઈ જઈ ફેંકી આવ્યા.
  • વિકૃત અને અમાનવીય શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માગ.

વડોદરા. સેવાસીના ખાનપુર ગામે આજરોજ સવારે એક શખ્સે સાકળથી કૂતરાંને કાર સાથે બંધી ઢોર માર માર્યો હતો. મુંગા જીવ પર થયેલાં અત્યાચારથી હચમચી ગયેલાં કેટલાંક ગ્રામજનોએ વિકૃત અને અમાનવીય શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી સાથે પોલીસમાં અરજી કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, ગ્રામજનો અત્યાચારને પગલે બેભાન થઈ ગયેલાં કૂતરાંને તાત્કાલિક વેટરનરી પોલી ક્લિનિક, વડોદરા ખાતે લઈ ગયા હતાં. જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે.

કૂંતરાને કાર સાથે બાંધી માર મારતાં શખ્સને ગ્રામજનોએ પાડેલો ફોટો.

સેવાસીના ખાનપુરમાં આજે સવારે 8 વાગ્યાના અરસામાં બળવંત નટુભાઈ ગોહિલે એક કૂતરાંને સાકળ વડે પોતાની કાર સાથે બાંધી દીધું હતું. અને દંડા વડે કૂતરાંને માર મારી લોહી લુહાણ કરી મોતને ઘાટ ઉતારી દેવાનો પ્રયાસ કર્યો હતો. તેણે અગાઉ પણ આશરે 5 કૂતરાંઓને મારીને કારમાં લઈ જઈ ફેંકી દીધા છે. તેમજ મુંગા જીવો પર અત્યાચાર નહીં કરવા સમજાવવા ગયેલાં લોકોને બળવંત ગોહિલે મારી નાંખવાની ધમકીઓ આપી હોવાનો પણ ગ્રામજનોનો આક્ષેપ છે.

 

આજરોજ ગ્રામજનોએ હિંમત એકઠી કરી ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના રાજેશ ભાવસારનો સંપર્ક કર્યો હતો અને તેમના માર્ગદર્શન હેઠળ વિકૃત અને અમાનવીય શખ્સ સામે તાત્કાલીક ધોરણે ગુનો દાખલ કરવા અરજી કરી હતી. જેમાં બળવંત ગોહિલ સામે પ્રાણી ક્રૂરતા અધિનિયમ, ધાર્મિક લાગણી દુભાવવા સહિતની કલમો અંતર્ગત ગુનો નોંધવા અને કાર જપ્ત કરવા રજૂઆત કરાઈ હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud