કોરોના સંક્રમણથી પરિવારને સુરક્ષિત રાખવા ચીફ ફાયર ઓફિસર ત્રણેક માસથી અલગ રહે છે.
વડોદરા. કોરોના વોરિયર તરીકે કાર્યરત ચીફ ફાયર ઓફિસરની ગર્ભવતિ પત્ની, પુત્ર અને પિતાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેઓ સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલમાં છે. અત્રે ઉલ્લેખનિય છે કે, પરિવારજનો કોરોના સંક્રમણથી સુરક્ષિત રહે તેવા આશયથી છેલ્લાં ત્રણેક માસથી અલગ રહેતાં પાર્થ બ્રહ્મભટ્ટ સહકર્મીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી બે દિવસ સેલ્ફ આઈસોલેશનમાં રહેનાર હોવાનું જાણવા મળે છે.
કોર્પોરેશનના ફાયર બ્રિગેડ વિભાગમાં કાર્યરત ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ કોરોના કાળમાં કોરોના વોરિયર તરીકે ફરજ બજાવી રહ્યાં છે. અનલોકની શરૂઆત સાથે કોરોના સંક્રમણના કેસોમાં ઉછાળો આવ્યો હતો. તેવાં સમયમાં પત્ની ગર્ભવતિ થતાં પાર્થ બ્રહ્મભટ્ટે પરિવારથી અલગ ક્વાર્ટરમાં રહેવાનો નિર્ણય કર્યો હતો. જેથી કોરોના સંક્રમણથી પરિવારનો બચાવ થાય.
તાજેતરમાં ચીફ ફાયર ઓફિસરની પત્ની, પુત્ર તેમજ પિતાને શરદી – ખાંસીની તકલીફ જોવા મળી હતી. જેને પગલે આજે ચીફ ફાયર ઓફિસરે ભાઈની મદદથી તેઓનાં કોરોના ટેસ્ટ કરાવ્યા હતાં. જેને રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.
પરિવારજનોના સંપર્કમાં ના હોવા છતાં સહકર્મીઓનાં સ્વાસ્થ્યની ચિંતા રાખીને ચીફ ફાયર ઓફિસર બે દિવસ સેલ્ફ આઈસોલેશનમાં રહેનાર છે.