સયાજીગંજમાંથી પીસીબીએ ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમી રહેલા આદિલને ઝડપી પાડ્યો હતો.
આદિલના મોબાઇલની પોલીસે તપાસ કરતા મહારાષ્ટ્ર એજ્યુકેશન બોર્ડની ધો. 12ની નકલી માર્કશીટના ફોટા મળી આવ્યાં
પોલીસ તપાસ દરમિયાન મહારાષ્ટ્ર બોર્ડ અને રાજસ્થાન સ્ટેટ ઓપન સ્કૂલના પણ બનાવટી દસ્તાવેજો મળી આવ્યાં હતા.
વિદેશ મોકલવા માટે બનાવટી માર્કશીટ અને સર્ટીફીકેટ બનાવી આપવાનુ કૌભાંડ
વડોદરા. આઇપીએલ મેચ શરૂ થતાંની સાથે જાણે સટ્ટો રમવાની સિઝન શરૂ થઇ હોય તેમ લોકો મોબાઇલ મારફતે ઓનલાઇન ક્રીકેટ સટ્ટો રમતા રોજ પોલીસના હાથે ઝડપાઇ રહ્યાં છે. તેવામાં પીસીબીએ સયાજીગંજ વિસ્તારમાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમી રહેલા યુવકની ધરપકડ કરી હતી. જેના મોબાઇલની પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા મહારાષ્ટ્ર અને રાજસ્થાનની બોગસ માર્કશીટનનુ કૌભાંડ બહાર આવ્યું હતુ.
શહેરના સયાજીગંજ વિસ્તારમાં ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમતા આદિલ મજરભાઈ ચીનવાલા (રહે, ચીનવાલા બિલ્ડીંગ, મોગલવાડા)ની પીસીબીએ ગત તા. 25 ઓકટોબરના રોજ ધરપકડ કરી હતી. સટ્ટો રમતા ઝડપાયેલા આદિલના મોબાઇલની પોલીસે તપસા મહારાષ્ટ્ર બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની માર્કશીટના ફોટા મળી આવ્યાં હતા. જેથી પોલીસે આદિલની આ મામલે કડકાઇથી પુછપરછ કરતા ડુપ્લીકેટ માર્કશીટ બનાવવાનું કૌભાંડ બહાર આવ્યું હતું.
પોલીસ તપાસ દરમિયાન આદિલ ચીનવાલાના મોબાઇલમાંથી મહારાષ્ટ્ર બોર્ડ ઓફ હાયર સેકન્ડરી એજ્યુકેશનની ધોરણ 12ની માર્કશીટ તેમજ સર્ટીફીકેટના ફોટા મળી આવ્યા હતા. જેથી આદિલની આ અંગે પૂછતાછ કરતા મિત્ર નોયલ ઉર્ફે નેવલ સરજુભાઈ પરેરા( રહે- શિવ શક્તિ નગર સોસાયટી અકોટા પોલીસ લાઈન સામે, અકોટા)એ મોકલ્યા હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે આદિલને સાથે રાખી નોયલ ઉર્ફે નેવલના ઘરે દરોડા પાડી તપાસ કરતાં ઘરમાંથી મહારાષ્ટ્ર બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની લેમિનેશન કરેલી ત્રણ માર્કશીટ મળી આવી હતી.
પોલીસે આ અંગે નોયલ ઉર્ફે નેવલની પુછતાછ કરતા, મિત્ર જીગર રમેશભાઈ ગોગરા (રહે -સરોજ પાર્ક, રીફાઈનરી રોડ, વડોદરા)એ માર્કશીટ અને સર્ટીફિકેટ બનાવી આપ્યા હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ પોલીસે માર્કશીટની ખરાઇ અર્થે ઈમેલ મારફતે પુણે મહારાષ્ટ્ર બોર્ડ ઓફ હાયર સેકન્ડરી એજ્યુકેશનને મોકલી હતી. મહારાષ્ટ્ર બોર્ડ થકી જાણ કરવામાં આવી હતી કે, માર્કશીટ તથા સહી સિક્કા ખોટા અને બનાવટી છે. જેથી ગોત્રી પોલીસે મહારાષ્ટ્ર બોર્ડની ડુપ્લીકેટ માર્કશીટ બનાવવા અને રાખવા મામલે નોયલ ઉર્ફે નેવલ પરેરા અને જીગર ગોગરાની ધરપકડ કરી નકલી માર્કશીટ, નકલી માઈગ્રેશન સર્ટિફિકેટ યાંત્રિક સાધનો કબ્જે લીધા હતા. જોકે, આ માર્કશીટ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લોકોના નામ બહાર આવી શકે છે. તે અંગે પોલીએ વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસમાં જીગર ગોગર પાસેથી આટલી બનાવટી વસ્તુઓ મળી
- મહારાષ્ટ્ર બોર્ડ ઓફ હાયર સેકન્ડરીના ધો. 12ની 3 માર્કશીટ અને સર્ટિફીકેટ
- રાજસ્થાન સ્ટેટ ઓપન સ્કૂલ જયપુરની ધો.12ના 6 માર્કશીટ અને સર્ટિફીકેટ
- ડો. ભીમરાવ આંબેડકર વિશ્વ વિદ્યાલય આગ્રાનું બેચલર ઓફ કોર્મર્સની 12 માર્કશીટ
- એન કે એકેડમી દાહોદનું 1 લિવિંગ સર્ટિફીકેટ
- એપેક્ષ એજ્યુકેશન સોસા. એંજી.નું 1 એટેમ્પટ સર્ટિફીકેટ
- રાજસ્થાન સ્ટેટ ઓપન સ્કૂલનું માઈગ્રેશન/ ટ્રાન્સફર સર્ટિફીકેટ
- સ્કૂલ લિવિંગ સર્ટિફીકેટ