• કોંગ્રેસી મિત્રના પૈસા આગળ આપવા જતા રોકડ રૂ. 57 હજાર સાથે બે પકડાયા
  • કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી
  • પૈસા આપનારની શોધખોળ શરૂ કરવાના ચક્રોગતિમાન કરાયા

વડોદરા. કરજણ બેઠકની પેટા ચૂંટણીના મતદાનની પૂર્વ રાત્રિએ કોંગેસી કાર્યકર મિત્ર દ્વારા આપવામાં આવેલા રૂ. 57 હજાર રોકડ લઇ રોપા ગામ પાસેથી પસાર થઇ રહેલા 2 વ્યક્તિઓ કરજણ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. પોલીસે બે વ્યક્તિઓની રોકડ રકમ, કાર તેમજ બે મોબાઇલ મળી કુલ રૂ.10.66 લાખનો મુદ્દામાલ મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી

ચુંટણી પ્રચાર બંધ થયા બાદથી લઇને મતદાન સુધીનો સમય ઉમેદવાર માટે અત્યંત મહત્વનો છે. આ સમય દરમિયાન તમામ પ્રકારની લાભ, પ્રલોભન, લાલચ અને ધામધમકી આપીને મતદાનાને વાળવા માટેના કરવામાં આવતા હોય છે. કરજણ પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ લાલભા છનુભાઇ નોંધાવેલી ફરિયાદ અનુસાર રાત્રે 2:30 વાગ્યાના સુમારે રોપા ગામ પાસે પેટ્રોલિંગમાં હતા. તે સમયે એક કાર પસાર થતાં તેને રોકી હતી. અને કારમાં તપાસ કરતા તેમાંથી રોકડા 57,700 રૂપિયા મળી આવ્યા હતા. કારમાં સવાર વ્યક્તિઓની નાણાં અંગે પૂછપરછ કરતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. જેથી વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીના જાહેરનામાના ભંગ બદલ રૂ. 57 હજાર રૂપિયા રોકડા, કાર અને બે મોબાઇલ કબજે કરવામાં આવ્યા હતા.

પૈસા સાથે પકડાયેલા શખ્સોના કોવિડ-19ના ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી

બનાવમાં સોહિલ મહંમદ ચૌહાણ (રહે. તરસાલી ગામ, કુંભાર ફળીયું વડોદરા), વિઘ્નેશ દિલીપભાઇ પટેલ (રહે. વેમાર, કરજણ) અને મીત પટેલ નામના વ્યક્તિ સામે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ત્રણ પૈકી સોહિલ ચૌહાણ અને વિઘ્નેશ ચૌહાણની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધરપકડ કરાયેલા બંને આરોપીના કોવિડ-19 ટેસ્ટની કાર્યવાહી કરવામાં આવી છે. કોવિડ-19ના ટેસ્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

કોંગ્રેસના કાર્યકર મિત્ર મીત પટેલે રૂપિયા આપ્યા હોવાનું આરોપીઓએ કબુલ્યુ

સોમવારે મોડી રાત્રે કરજણ તાલુકાના રોપા ગામ પાસે 57,700 રૂપિયા સાથે 2 વ્યક્તિઓની ધરપકડ થતાં તાલુકા પંથકમાં ચકચાર મચી ગઇ હતી. મામલે 3 લોકો સામે ગુનો નોંધાયે છે, તેમાંથી ઝડપાયેલા 2 વ્યક્તિઓ  મોડી રાત્રે મતદારોને રીઝવવા માટે નાણાં આપવા માટે નીકળ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ઝડપાયેલા બે વ્યક્તિઓએ કોંગ્રેસના કાર્યકર મીત પટેલે રૂપિયા આપ્યા હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે અને રોપા ગામ પહોંચીને રૂપિયા કોને આપવાના છે, તેમ જણાવશે તેવું જણાવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud