• ઇટોલા અને ગોસીન્દ્ર ગામમાં ભાજપના કાર્યકરો દ્વારા એક નંબરને મત આપવા માટે ગ્રામજનોને રૂપિયાની વહેંચણી કરી રહ્યાં હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
  • ભાજપને મત આપવાનું પ્રલોભન આપનાર પોરના ભાજપી કાર્યકર ધ્રુવેશ પટેલ સામે આદર્શ આચાર સંહિતા ભંગની કાર્યવાહી કરવા માટે માંગ કરી
  • શિનોર – સાધલીના બુથ નંબર – 198 પર બેઠેલા કોંગ્રેસના પોલીંગ એજન્ટ અલ્તાફ રંગરેજને જિલ્લા પોલીસ એસપી દ્વારા મતદાન મથકમાંથી જબરદસ્તી ઉઠાડવામાં આવ્યાનો આક્ષેપ સાથે ફરિયાદ

વડોદરા. પેટાચુંટણી માટે મતદાન શરૂ થાય તે સમયે રૂ. 100 આપીને ભાજપના ઉમેદવારનું બટન બદાવવા માટેનો વિડીયો વાઇરલ થયો હતો. જેના અનુસંધાને કરજણ વિધાનસભાના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ વિડીયોમાં પૈસા આપનાર ધ્રુવેશ પટેલ સામે આચાર સંહિતા ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી.

મંગળવારે રાજ્યની 8 બેઠક પર મતદાન શરૂ થયું હતું. મતદાન શરૂ થયાના થોડાક સમય બાદ પૈસા આપીને વોટ ખરીદવાનો ચોંકાવનારો વિડીયો વાઇરલ થયો હતો. જેમાં ઇટોલા અને ગોસીન્દ્ર ગામમાં ભાજપના કાર્યકરો દ્વારા એક નંબરને મત આપવા માટે ગ્રામજનોને રૂપિયાની વહેંચણી કરી રહ્યાં હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. જ્યારે આ મામલે અત્યાર સુધીમાં બે વિડિઓ વાયરલ થયા છે. બન્ને વિડિઓમાં કેટલાક લોકો ગામમાં ફરીને મતદારોને મત દીઠ રૂ. 100 આપતા હોવાનુ નજર પડે છે. જ્યારે બીજા વિડિઓમાં એક યુવક મોઢા ઉપર માસ્ક પહેરી રિક્ષામાં બેઠેલા મતદારોને રૂપિયા એક નંબર ભાજપને મત આપવાનુ કહીં રૂ. 100 આપતો નજરે પડે છે.

સમગ્ર મામલે કિરીયસિંહ જાડેજાએ ચુંટણી અધિકારીને પત્ર લખ્યો હતો. પત્રમાં ગરીબ મતદારોને રૂ. 200 આપીને ભાજપને મત આપવાનું પ્રલોભન આપનાર પોરના ભાજપી કાર્યકર ધ્રુવેશ પટેલ સામે આદર્શ આચાર સંહિતા ભંગની કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી. ધ્રુવેશ પટેલ દ્વારા ખુલ્લે આમ મતદાતાને પૈસા આપીને મત અપાવવાનો વિડીય વાઇરલ થયો હતો.

સાધલીના કોંગી પોલીંગ એજન્ટને વારંવાર પોલીસ સ્ટેશન લઇ જવાતા કોંગ્રેસ ખફા

કરજણ વિધાનસભા અંતર્ગત આવતા શિનોર – સાધલીના બુથ નંબર – 198 પર બેઠેલા કોંગ્રેસના પોલીંગ એજન્ટ અલ્તાફ રંગરેજને જિલ્લા પોલીસ એસપી દ્વારા મતદાન મથકમાંથી જબરદસ્તી ઉઠાડવામાં આવતો હતો. ત્યાર બાદ તેને ધાક ધમકી આપવામાં આવતી હોવાનો આક્ષેપ કરીને કરજણના કોંગી ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ ચુંટણી અધિકારીને પત્ર લખ્યો હતો. પત્રમાં ઉલ્લેખ કરાયો હતો કે, જો પોલીસ સ્ટેશનના સીસીટીવી ફુટેજ મેળવી પોલીસ કર્મીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવી જોઇએ. આ પ્રકારના કૃત્યોને કારણે ફ્રી અને ફેયર ચુંટણીના નિયમો બાજુ પર મુકાઇ જાય છે

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud