વડોદરા.  અમદાવાદમાં અર્બન હેલ્થ સેન્ટરમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતી યુવતીના લગ્ન વડોદરાના યુવક સાથે વર્ષ 2015 માં થયા હતા. લગ્ન બાદ દંપત્તિ વચ્ચે ઝઘડાઓ થતાં પતિએ તબીબ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હતી. કરિયાવરમાં લાખો રૂપિયાના સોના ચાંદીના ઘરેણા સાસરીયાઓએ વિશ્વાસમાં લઇને પોતાની પાસે રાખ્યા હતા. જે પરત આપવા માટે સાસરીયા આનાકાની કરતા હતા. જેથી પત્નિએ પતિ તથા સાસરીયાઓ વિરૂદ્ધ જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

વર્ષ-2015માં તબિબ યુવતીના લગ્ન વડોદરાના યુવક સાથે થયા

અમદાવાદમાં ડો. શિલ્પા (નામ બદલ્યું છે) અર્બન હેલ્થ સેન્ટર ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેના લગ્ન વર્ષ-2015માં સમાજના રીતરિવાજ મુજબ વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ પર આવેલ લાભ રેસિડેન્સીમાં રહેતા અભય ઔદિચ્ય સાથે થયા હતા. લગ્ન નિમિત્તે આવેલી ભેટસોગાદો, સોના-ચાંદીના દાગીના કરિયાવરમાં આવ્યા હતા અને શ્રુતિબેને પતિ અભયને મકાનની ખરીદી કરવા રોકડા રૂ. 2.25 લાખ રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ વર્ષ-2016 દરમિયાન પતિ-પત્ની વચ્ચે ઘરમાં કંકાસ શરૂ થઇ ગયા હતા. જેથી પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હતી, અને પત્ની અમદાવાદ ખાતે પિયરમાં રહેતી હતી.

પત્નીએ પતિ તથા સાસુ વિરૂદ્ધ ઘરેલું હિંસાનો કેસ કર્યો હતો

તબિબ મહિલાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મેં મારા પતિ અને સાસુ પર વિશ્વાસ મૂકીને મારા દાગીના તેમને રાખવા માટે આપ્યા હતા, પરંતુ, તેઓએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. મે મારા પતિ અભય તથા સાસુ પારૂલબેનની વિરૂદ્ધ ઘરેલું હિંસાનો કેસ કર્યો હતો, જેથી તેઓ જ્યારે કોર્ટમાં મળતા ત્યારે હું કરિયાવરમાં આપેલા દાગીના અને રોકડ રકમની માંગણી કરતી હતી. મારા પતિને મકાન ખરીદવા આપેલા રોકડા રૂપિયા 2.25 લાખ અને રૂપિયા 2,40,450ની કિંમતના દાગીનાની માંગ કરતા આપવાનો ઇન્કાર કર્યો હતો.

તબિબ યુવતીએ પતિ અને સાસુ વિરૂદ્ધ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

તબિબ યુવતીએ પતિ અને સાસુ વિરૂદ્ધ અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પત્નીએ પતિ તથા સાસુની વિરૂદ્ધ 4.65 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેને પગલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !