• મુળ ઝાલોદના બીએસએફ જવાનને બિહાર ચુંટણીમાં ફરજ પર નિયુક્ત કરવામાં આવ્યો હતો
  • રોડ અકસ્માતમાં રમેશભાઇ સોમાભાઇ કિશોરીનું મોત નિપજ્યું હતું
  • જવાનના મૃતહેદને ગાર્ડ ઓફ ઓનર સાથે તેના વતનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા 


દાહોદ. બિહારમાં ચૂંટણી કામગીરીમાં ફરજ પર મુકાયેલા ઝાલોદ તાલુકાના નાની સીમલખેડી BSFના જવાનનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જવાનના પાર્થિવ દેહને વતન નાની સીમલખેડી ખાતે લાવવામાં આવ્યો છે. જ્યાં તેને ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

ચુંટણી પર ફરજ દરમિયાન રોડ અકસ્માતમાં જવાનનું મૃત્યુ થતાં પાર્થિવ દેહ વતન લવાયો

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના નાની સીમલખેડી ગામનો યુવાન રમેશભાઇ સોમાભાઇ કિશોરી BSFમાં ફરજ બજાવતો હતો. દરમિયાન બિહાર ચૂંટણીમાં ફરજ બજાવવા માટે તેની નિયુક્તિ કરવામાં આવી હતી. જ્યાં એક રોડ અકસ્માતમાં તેનું મૃત્યુ થયું હતું. BSFના અધિકારીઓ બુધવારે સન્માન સાથે તેના પાર્થિવ દેહને લઇને તેના ગામ નાની સીમલખેડી ખાતે પહોંચ્યા હતા. આ વખતે આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

 

ગાર્ડ ઓફ ઓનર આપીને કરાયા જવાનના અંતિમ સંસ્કાર

ઝાલોદ તાલુકાના નાની સીમલખેડી ગામમાં અકસ્માતમા મૃત્યુ પામનાર જવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને ત્યાર બાદ જવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud