વડોદરા.કોરોનાને કારણે વડોદરાના સ્ટ્રીટ ફુડ લવર્સ માટે લોકડાઉન અને અનલોકના શરૂઆતના તબક્કા ફુડ લવર્સ માટે ભારે મુશ્કેલી ભર્યા રહ્યા હતા. જો કે હવે અનલોકમાં સ્ટ્રીટ ફુડ જોઇન્ટ્સ શરૂ થવાને કારણે ફરી લોકોમાં ઉસ્તાહ જોવા મળે છે

શહેરના પરિવાર ચાર રસ્તા પાસે ડે નાઇટ વડાપાવ સેન્ટર આવેલું છે. જેમાં અનેક પ્રકારની દાબેલી અને વડાપાવ મળે છે. આ જગ્યા પર કરણ ઠક્કરે પહોંચીને ફુડ ઓર્ડર કર્યું હતું. અહિંયાની સાૈથી ફેમક ફુડ આઇટમ ગ્રેવી વડાપાવ છે. જે મીડીયમ સ્પાઇસીથી લઇને સ્પાઇસી ફ્લેવર સુધી મળે છે. ગ્રેવી વડાપાવમાં વડા પાવની સાથે વિશેષ ગ્રેવી સર્વ કરવામાં આવે છે. જે અહિંયા વિશેષ રીતે તૈયાર કરવામાં આવે છે.  જેને કારણે એક ગ્રેવી વડાપાવ ખાધા બાદ બીજું કંઇ ખાઇ ન શકાય તેવો અહેસાસ થાય છે. અહિંયા વડા પાવ બનાવવાની કામગીરીમાં જોડાયેલા લોકો માસ્ક અને હેડકેપ સહિતના નિયમોનું ચુસ્ત પણે પાલન કરે છે.

ડિલીવરી ટાઇમ ડે એન્ડ નાઇટ વડાપાવ સેન્ટર પર ઓર્ડર આપ્યા બાદ 15-20 મીનીટમાં ફુડ આઇટમની ડિલીવરી આપવામાં આવે છે.

કેમ અહિંયા જવું જોઇએ – કર્મચારી દ્વારા સેફ્ટી અને હાઇજીનના મોટાભાગના નિયમોનું પાલન થાય છે. લિમીટેડ બજેટ સ્વાદનો ચટાકેદાર અનુભવ કરવા માટે જવું જોઇે

સ્ટાર રેટીંગ – ગ્રેવી વડાપાવને ફુડ રિવ્યુઅર કરણ ઠક્કર * * * * (ચાર સ્ટાર) આપે છે.

કરણ ઠક્કર

(eatinvadodara@gmail.com)

જાણીતા ફુડ બ્લોગર કરણ ઠક્કર દ્વારા Watchgujarat.com પર વડોદરાના સ્ટ્રીટ ફુડ, ચટાકેદાર વાનગીઓ, અવનવી વેરાયટી સાથેની ફુડ પ્રીપેરેશનનો રિવ્યું કરશે. કરણ ઠક્કર છેલ્લા 2 વર્ષથી ફુટ બ્લોગીંગ સાથે સંકળાયેલા છે. અને તેઓ એક્સપર્ટ સોશિયલ મિડીયા સ્ટ્રેટર્જીસ્ટ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud