ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ગોધરા અને વેજલપુર ખાતે મેગાસર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું
અનાજ અને તલના વેપારીઓને, બિલ્ડર, ભંગારવાળા, જમીન દલાલ, લોખંડ - સ્ટીલના વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા
અનેક ટીમ ત્રાટકતા કરચોરોમાં ફફડાટ
વડોદરા. તહેવાર નજીક આવતાની સાથે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ હરકતમાં આવ્યું છે. ગુરૂવારે પંચમહાલમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ગોધરા અને વેજલપુર ખાતે મેગાસર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં બિલ્ડર, અનાજ-કરિયાણાના વેપારી, તથા ભંગારવાળાને ત્યાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની વિવિધ ટીમ ત્રાટકી હતી. મેગા સર્ચ બાદ મોટી કરચોરી પકડવામાં સફળતા મળશે તેમ મનાઇ રહ્યું છે.
ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની વિવિધ ટીમ દ્વારા ગોધરા અને વેજલપુરામાં મોટા પાયા પર દરોડા પાડ્યા છે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના મેગા સર્ચ ઓપરેશનમાં અનાજ અને તલના વેપારીઓને, બિલ્ડર, ભંગારવાળા, જમીન દલાલ, લોખંડ - સ્ટીલના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. આવકવેરા વિભાગે મળેલી ચોક્કસ બાતમીના આધારે વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે.
અનેક ટીમ દ્વારા શરૂ કરવામાં આવેલી મેગા સર્ચ ઓપરેશનની કાર્યવાહી હાલ ચાલી રહી છે. દસથી વધુ મોટા ઉદ્યોગકારોના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. ઉદ્યોગકારોના નિવાસ સ્થાન અને ફેક્ટરી પર ટીમ દ્વારા હિસાબી ચોપડાઓની સઘન તપાસ કરવામાં આવી રહી છે. મેગા સર્ચ ઓપરેશનમાં કરોડો રૂપિયાની કરચોરી પકડાશે તેવું મનાઇ રહ્યું છે. તહેવારો ટાણે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની કાર્યવાહીથી કરચોરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.