વડોદરા. સેન્ટ્રલ જી.એસ.ટી. એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝ વડોદરા - 2 દ્વારા દાહોદ તથા અમદાવાદની આસપાસના વિસ્તારમાં ફેક ફર્મ ખોલીને રૂ. 50.24 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડીટ લેનારની ઘરપકડ કરી હતી. સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલ શખ્સ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે.
સીજીએસટી વડોદરા - 2 કમિશ્નરેટ દ્વારા ઇ-વે બીલ, જી.એસ.ટી.આર- 3બી, અને જી.એસ.ટી.આર - 1ના આધારે પ્રિન્સ મનીષકુમાર ખત્રીની ધરપકડ કરી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે, પ્રિન્સ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. તેના દ્વારા દાહોદ તથા અમદાવાદના આસપાસના વિસ્તારમાં ફેક ફર્મ ખોલી ઇનવોઇઝ જનરેટ કર્યા હતા. ફેક ફર્મ ખોલવા માટે ચાલબાઝે અમદાવાદ અને દાહોદમાં કામ કરતા અલગ અલગ મજુરો અને ગ્રામજનોના આઇડી કાર્ડનો ઉપયોગ કર્યો હતો. તેણે 115 જેટલી ફેક ફર્મ ખોલી હતી. અને તેના દ્વારા ઇવેબીલ જનરેટ કરીને રૂ. 50 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડીટ મેળવી હતી.
ડેટા માઇનીંગ અને ડેટા એનાલીસીસના આધારે સીજીએસટી વડોદરા - 2 કમિશ્નરેટ દ્વારા પ્રિન્સ મનીષકુમાર ખત્રીની ધરપકડ કરી તેનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. હાલ આરોપી જ્યુડીશીયલ કસ્ટડીમાં છે.