શહેરના મકરપુરા વિસ્તારમાં હેવાનીયતની તમામ હદ વટવતો કિસ્સો સામે આવ્યો
એક જ કોમ્પલેક્ષમાં રહેતી ત્રણ બાળકીઓને પોતાની હવસ સંતોષવા આઇસ્ક્રીમ, ચોકલેટ ખવડાવવાના બહાને બેડરૂમમાં લઇ જતો
બાળકીઓને ફોનમાં ફોટા વિડિઓ બતાવી શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચરતો
ટ્યુશન ક્લાસની ટીચરે “ગુડ ટચ બેડ ટચ” વિશે સમજાવતા ત્રણ પૈકીની એક બાળકી રડી પડી
હવસખોર શખ્સની તરફેણ કરવા પોલીસ સ્ટેશન પહોંચેલા શખ્સની બાળકીઓ પણ તેનો શિકાર બની હોવાનુ સામે આવ્યું
[caption id="attachment_4941" align="aligncenter" width="1280"] માસુમ બાળકીઓ સાથે દુષ્કૃત્ય કરતો નરાધમ રજનીકાંત[/caption]
વડોદરા. શહેરના મકરપુરા સ્થિત માણેજા વિસ્તારમાં હેવાનીયતની તમામ હદો વટાવતો ચકચારીત કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક જ કોમ્પલેક્ષમાં રહેતી ત્રણ બાળકીઓને પોતાની હવસનો શિકાર બનાવતા હેવાનની પોલીસે ધરપકડ કરી છે. પોતાની હવસ સંતોષવા ત્રણ-ત્રણ માસુમ બાળકીઓ સાથે શારીરીક અડપલા અને દુષ્કર્મ આચરનાર શખ્સની કરતુતો શહેર પોલીસના “ગુડ ટચ બેડ ટચ”ની અભિગમથી બહાર આવી હતી.
માણેજા વિસ્તારના એક કોમ્પ્લેક્ષમાં રહેતો રજનીકાન્ત ભીમચન્દ્ર મહાતો સિમેન્સ કંપનીમાં કામ કરે છે. જ્યાં તેની પાડોશમાં અને કોમ્પલેક્ષમાં રહેતી ત્રણ માસુમ બાળકીઓને છેલ્લા ઘણા સમયથી તે પોતાની હવસનો શિકાર બનાવી રહ્યો હતો. રાજનીકાન્ત બાળકીઓને ચોકલેટ, આઇસ્ક્રીમ ખવડાવાના બહાને પોતાના ઘરના બેડરૂમમાં લઇ જઇ મોબાઇલમાં અશ્લિલ વિડિઓ અને ફોટો જોઇ બાળકીઓના ગુપ્તાંગો પર હાથ ફેરવી શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચરતો હતો. ત્યારબાદ કોઇને આ અંગે કહીશ તો જાનથી મારી નાખવાની બાળકીઓને ધમકી આપતો હતો.
દરમિયાન ગત રોજ કોમ્પલેક્ષમાં ઘરે ટ્યુશન કરાવતા મેડમે બાળકોને “ગુડ ટચ બેડ ટચ” વિશે સમજ આપી રહ્યાં હતા. ત્યારે ત્રણ પૈકીની એક બાળકી અચાનક રડવા માંડી હતી. જેથી મેડમે તેને રડવાનુ કારણ પુછતા તેણે કહ્યું કે પેલા અન્કલ તો રોજ મારી સાથે આવુ બધુ કરે છે, આને “ગુડ ટચ બેડ ટચ” કહેવાય એવું તો અમને ખબર જ નથી. આટલુ સાંભળતા મેડમના પણ હોશ ઉડી ગયા હતા. જેથી તેમણે આ બાબતે બાળકીના પરિવારને જાણ કરી હતી.
આ બાબતની જાણ થતાં પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. જેથી સમગ્ર મામલો મકરપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જ્યાં બાળકીના માતા-પિતાએ આ મામલે રજનીકાન્ત સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. તેવામાં પાડોશમાં રહેતો એક શખ્સ રજનીકાન્તની તરફેણ લઇ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જ્યાં પોલીસે રજનીકાન્તની કડકાઇથી પુછપરછ કરતા તેણે આ જ પ્રકારનુ દુષ્કર્મ કોમ્પેલક્ષમાં રહેતી બે સગીર બહેનો સાથે પણ કર્યું હોવાની કબુલાત કરી હતી. જોકે આ બન્ને માસુમ દિકરીઓ તેની તરફેણ કરવા પહોંચેલા શખ્સની જ હોવાનુ બહાર આવ્યું હતુ.
આમ હવસખોર રજનીકાન્તે પોતાની હવસ સંતોષવા કોમ્પલેક્ષમાં જ રહેતી ત્રણ માસુમ બાળકીઓ સાથે વારંવાર દુષ્કર્મ આચરી રહ્યો હોવાનુ બહાર આવ્યું હતુ. જેથી પોલીસે આ મામલે રજનીકાન્ત વિરૂધ બળાત્કાર, પોક્સો સહીત અન્ય કલમનો ઉમેરો કરી ગુનો નોંધી કાયદેસરી કાર્યવાહી હાથ ધરી છે.