ગોત્રીમાં રહેતા પતિએ કટર વડે હુમલો કરતાં પત્નીને ઇજા થતા સારવાર માટે ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવી
ઘટનાની જાણ ગોરવા પોલીસને થતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ પુછપરછમાં પૂછપરછમાં પતિએ આડા સબંધના વહેમે આ કૃત્ય આચર્યું હોવાનું જણાવ્યું
વડોદરા .ગોત્રીમાં રહેતા પતિએ આડા સંબંધના વહેમે પત્નીના મોબાઈલ નંબરની કોલ ડિટેઇલ કઢાવતાં દંપતી વચ્ચે ગેંડા સર્કલ નજીક મોલ પાસે ઝઘડો થયો હતો. ઝપાઝપી વેળા પતિના હાથમાં રહેલા કટરથી પત્નીને ગળામાં ઇજા પહોંચતાં તેને ગોત્રી હોસ્પિટલ ખસેડાઇ હતી. બનાવ સંદર્ભે ગોરવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ગોત્રી વિસ્તારમાં રહેતી કૃતિકા (નામ બદલ્યું છે) ના 12 વર્ષ પુર્વે પેટલાદના વિજય જશભાઈ સાધુ સાથે પ્રેમસંબંધ બંધાતા બંન્નેએ લવ મેરેજ કર્યા હતા. લગ્ન બાદ દંપત્તિએ પુત્રને જન્મ આપ્યો હતો. સુખી સંસાર ચાલી રહ્યો હતો ત્યારે અચાનક વિજયને તેની પત્નિના અન્ય કોઇ સાથે આડા સંબંધો હોવાની આશંકા ઉપજી હતી. જેથી વિજયે પત્નિ પર શંકા રાખી તેણીના ફોનકોલની ડિટેઇલ્સ કઢાવી હતી. જો કે, હાલ ગેંડા સર્કલ નજીક આવેલા મોલમાં સેલ્સ ગર્લ તરીકે નોકરી કરતી કૃતિકાને ગત શનિવારે તેના મોબાઇલ ફોનની કોલ ડિટેઇલનો ઈ-મેલ આવતાં તેઓ નટુભાઈ સર્કલ ખાતે મોબાઈલના સિમકાર્ડની ઓફિસમાં આ કોલ ડિટેઇલ કોણે કઢાવી છે તે પૂછવા માટે પહોંતી હતી. જ્યાં તપાસ કરતાં તેના પતિ વિજય સાધુએ જ ડિટેઇલ કઢાવી હોવાનું સામે આવ્યું હતું.
ત્યારબાદ તેઓએ વિજય સાથે ફોન પર એ બાબતે વાત કરતાં તેણે કૃતિકાને મોલની પાછળ મળવા બોલાવી હતી. જેથી સાંજે તે મોલની પાછળ જતાં મોબાઈલ ડિટેઇલ કઢાવવા બાબતે બંને વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. જેમાં વિજયના હાથમાં રહેલું કટર પત્ની કૃતિકાના ગળાના અને કમરના ભાગે વાગી ગયું હતું. કૃતિકાને પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી. ઇજાગ્રસ્ત કૃતિકાને સારવાર માટે ગોત્રી હોસ્પિટલ લઈ જવાયાં હતાં. પૂછપરછમાં પતિએ આડા સબંધના વહેમે આ કૃત્ય આચર્યું હોવાનું જણાવતાં પોલીસે બનાવ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
- ગોત્રીમાં રહેતા પતિએ કટર વડે હુમલો કરતાં પત્નીને ઇજા થતા સારવાર માટે ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવી
- ઘટનાની જાણ ગોરવા પોલીસને થતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
- પોલીસ પુછપરછમાં પૂછપરછમાં પતિએ આડા સબંધના વહેમે આ કૃત્ય આચર્યું હોવાનું જણાવ્યું