• લગ્નના 5 દિવસ પછીથી જ પતિ કોઈને કોઈ વાંક કાઢી પત્ની સાથે ઝગડો કરતો
  • પતિને સમજાવવા જતા, તમે તમારી દીકરીને અમારા ઘરે પરણાવી દીધી છે.  તમારી દીકરી સાથે હવે અમે ગમે તે કરીએ તમારે શું લેવા દેવા તેમ કહી સાસરીયાઓને અપમાનિત કર્યા
  • માંજલપુર પોલીસમાં પતિ અને દિયર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

વડોદરા. વાસણા રોડ પર રહેતી ડેન્ટીસ્ટ ડોક્ટર પરિણીતાને પતિએ જાહેર રોડ ઉપર મશીન ખરીદવા બાબતે ઝગડો કરી થપ્પડ મારી હતી અને પરિણીતાને ત્યાં છોડીને ઘરે જતો રહ્યો હતો. પરિણીતાના પિતાએ પતિને સમજાવવાતા જતા તમે તમારી દીકરીને અમારા ઘરે પરણાવી દીધી છે. તમારી દીકરી સાથે હવે અમે ગમે તે કરીએ તમારે શું લેવા દેવા તેમ કહી અપમાનિત કર્યા હતા. કંટાળેલી મહિલા તબિબે પતિ અને દિયર વિરુદ્ધ માંજલપુર પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

વાસણા રોડ પર રહેતી ડો. મલાઇકા (નામ બદલ્યું છે)એ ડેન્ટીસનો અભ્યાસ કર્યો છે. વર્ષ 2020ના જૂન મહિનામાં ડો. મલાઇકાના વેદાંત સોનાર સાથે લગ્ન થયા હતા. ડો. મલાઇકાના લગ્નબાદ પતિ, સાસુ, સસરા, દિયર અને દાદા-દાદી સાથે મકરપુરા સ્થિત સંયુક્ત કુટુંબમાં રહેવા ગઇ હતી. લગ્નના પાંચ દિવસ પછી થી જ પતિ વેદાંતે, ડો.મલાઇકા સાથે તું તારી મરજીથી ઘર કામ કરતી નહિ, તું મારી માતા કે તે મુજબ કામ કરજે તેમ કહી ઝગડો કરવા લાગ્યો હતો. તેમજ વેદાંત , ડો. મલાઇકાને ખર્ચ માટે પણ ટોક્યા કરતો હતો. તથા તારે મારી સાથે રહેવું હોય તો મારા કહેવા પ્રમાણે રહેવું પડશે તેમ કહી અવાર નવાર ઝગડો કરતો હતો.

ત્યારબાદ દિયરે , ડો. મલાઇકાને તારા માતા પિતા તરફથો દહેજમાં કોઈ કિંમતી વસ્તુ આપવામાં આવી નથી જેથી તું હવે જયારે પણ તારા પિયરમાં જાય તો દહેજ પેટે કોઈ કિંમતી વસ્તુ લઈને આવજે તેમ કહ્યું હતું. ગત તા. 8 ઓક્ટોબરે પરિણીતા ખરીદી કરી નવું વેપોરાઇઝર મશીન લાવી હતી. તે બાબતે પણ વેદાંતે તેની સાથે ઝગડો કર્યો હતો. થોડીવાર પછી ડો. મલાઇકા પતિ સાથે રાત્રે ચાલવા નીકળી હતી. ત્યારે મંજલપુરના સ્પંદન સર્કલ પાસે વેદાંતે મશીન ખરીદવા બાબતે ઝગડો કરી જાહેર રોડ થપ્પડ મારી હતી. અને તેણીને ત્યાં છોડીને ઘરે જતો રહ્યો હતો. થોડીવાર પછી સાસુ સસરાએ પરિણીતાને ફોન કરી તું ઘરે પરત આવી જા અને ચુપચાપ વેદાંત સાથે સુઇ જા અને આ બનાવની જાણ કોઈને નહીં કરવા જણાવ્યું હતું.

ત્યારે પરણીતાએ માતાપિતાને ફોન કરી બનાવની જાણ કરી પોતાને લેવા માટે નજીકની હોટલ પર બોલાવ્યા હતા. ડો. મલાઇકાના પિતા વેદાંતને ફોન કરી સમજાવવા જતા, તમે તમારી દીકરીને અમારા ઘરે પરણાવી દીધી છે. તમારી દીકરી સાથે હવે અમે ગમે તે કરીએ તમારે શું લેવા દેવા તેમ કહી અપમાન કર્યું હતું. આખરે કંટાળેલી ડો. મલાઇકાએ પતિ વેદાંત વિવેક સોનાર અને દિયર ગૌતમ વિવેક સોનાર વિરુદ્ધ માંજલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બને વિરુદ્ધ દહેજ અને મારઝૂડનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !