શિનોરના કુકસ ગામની સીમમાં કરજણની ફાઇનાન્સ બેન્કના મેનેજરને લૂંટી ફરાર થયેલા ત્રણ શખ્સોને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા
આજ રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચને આ લૂંટનો ભેદ ઉકેલવામાં સફળતા મળી
ત્રણ પૈકી બે શખ્સો શિનોર પોલીસ મથકના જીઆરડી હોવાનું સપાટી પર આવ્યું
વડોદરા. શિનોરના કુકસ ગામની સીમમાં કરજણની ફાઇનાન્સ બેન્કના મેનેજરને લૂંટી ફરાર થયેલા ત્રણ શખ્સોને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આજ રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચને આ લૂંટનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. જેમાં ચોંકવનારો ખુલાસો થયો છે કે, ત્રણ પૈકી બે શખ્સો શિનોર પોલીસ મથકના જીઆરડી હોવાનું સપાટી પર આવ્યું છે. બંને જીઆરડીઓની માતા જે બેંકના મેનેજર પાસે બચતના નાણાં જમા કરાવતી હતી તેને જ લૂંટવાનો પ્લાન ઘડી લૂંટ્યો હતો.
શિનોર તાલુકાના કુકસ નર્મદા કેનાલ રોડ પર બે દિવસ પહેલા બપોરના સમયે કરજણની ફિન્કેર સ્મોલ ફાઇનાન્સ બેંક લી. ખાતે સેન્ટ્રલ મેનેજર તરીકે કામ કરતા પ્રવીણભાઈ વસાવા ત્યાંથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે ત્રણ શખ્સો બાઈક પર આવ્યા હતા અને પ્રવીણભાઈ પાસે રહેલ પૈસા ભરેલા થેલાની લૂંટ ચલાવી હતી અને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. બેંકના સેન્ટ્રલ મેનેજર પ્રવીણભાઈ વસાવાએ શિનોર અને કંજેઠા ગામથી કરેલા મહિલા ગ્રુપની લોનના કલેક્શનના કુલ રૂ, 89,490 અને ટેબ્લેટ મુકેલો થેલો ખેંચી ત્રિપુટીએ ધોળે દિવસે લૂંટ ચલાવી હતી.
જેથી પ્રવિણભાઈએ ઘટનાની જાણ શિનોર પોલીસને કરતા પોલીસે લૂંટનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. લૂંટના ગુનાનો ભેદ ઉકેલવા શિનોર પોલીસ સાથે જિલ્લા એલસીબીની ટીમ પણ કામે લાગી હતી. ત્યારે પોલીસની ટીમને નંબર વગરની બાઈની તપાસ દરમિયાન કેટલાક મહત્વના સીસીટીવી ફૂટેજ મળ્યા હતા. આ ઉપરાંત પોલીસે મોબાઈલ ફોન ટાવરની પણ ચકાસણી કરી હતી. તેમજ સ્થાનિક બાતમીદારોથી જાણવા મળ્યું હતું કે, કેનાલ રોડ ઉપર ઠેલ લૂંટમાં સંડોવેયલ ત્રણ શખ્સો કંજેટા ગામના જ છે અને તેઓ લૂંટ કરેલ નાણાં સાથે ભાગી જવાની ફીરકામાં છે. જેથી પોલીસ સીમાળી કેનાલ રોડ ઉપર વોચ ગોઠવી હતી.
દરમ્યાન ત્યાં નંબર વગરની બાઈક ઉપર ત્રણ શખ્સો બેઠેલા જોવા મળ્યા હતા. જેથી પોલીસે તેને કોર્ડન કરી પુછપરછ હાથ ધરતા તેમણે પોતાનું નામ અતુલ સુનિલ વસાવા (રહે,કંજેટા, શિનોર), સચિન રસિક વસાવા (રહે,કંજેટા, શિનોર) અને મુકેશ રામજી વસાવા (રહે,કંજેટા, શિનોર) જણાવ્યું હતું. આ ઉપરાંત પોલીસે કડક પુછપરછ કરતા ત્રણે શખ્સોએ લૂંટ કરી હોવાનું પણ કબલ્યું હતું. પોલીસે લૂંટમાં ગયેલ રૂ, 89,490 પૈકી રૂ,72,260 રોકડ, બે મોબાઈલ,એક ટેબ્લેટ અને બાઈક મળી કુલ રૂ, 1.20 લાખની મતાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસની તપાસમાં ચોંકવાનરો ખુલાસો એ થયો હતો કે, શિનોર પોલીસમાં જીઆરડી તરીકે ફરજ બજાવતા સચિન અને મુકેશની માતા દર મહિને બચતના નાણાંમાંથી કરજણની ફિન્કેર સ્મોલ ફાઇનાન્સમાં રીકરીંગ ખાતું ખોલાવી પૈસાની બચત કરતા હતા. અને તે નાણાં બેંકના મેનેજર પરવીન વસાવા દર મહિને આવી કલેક્શન કરી જતા હતા. તેવી જાણકરી સચિન અને મુકેશને થતા બંને મિત્ર મુકેશ સાથે મળી કોઈ અવવારું જગ્યાએ લૂંટી લેવાનો પ્લાન ઘડ્યો હતો અને છેલ્લા એક માસથી રેકી કરી હતી. ત્યારબાદ ગત શુક્રવારના રોજ પ્લાન મુજબ લૂંટને અંજામ આપ્યો હતો. પોલીસે બે જીઆરડી સહિત ત્રણેયને પકડી પાડી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.