નરાધમે પહેલા શારીરિક છેડછાડ કર્યા પછી દુષ્કર્મ આચર્યું
દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાને ખેંચ આવતા બેભાન થઇ હતી
17 વર્ષનીની સગીરા ઉપર થયેલા દુષ્કર્મના બનાવે ગામમાં ચકચાર જગાવી
પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમની ધરપકડ કરી કોરોના રિપોર્ટની તજવીજ હાથ ધરી
વડોદરા. ડેસર તાલુકાના ભાટપુર ગામમાં રહેતી 17 વર્ષીય સગીરાને સામે રહેતા બા બોલાવે છે તેમ કહી યુવાને ઘરમાં બોલાવી શરીરિક અડપલાં કર્યાબાદ સગીરા ઉપર દુષ્કર્મ આચર્યાનો બનાવ ડેસર પોલીસ મથકમાં નોંધાયો છે. ભાટપુર ગામના આ બનાવ અંગે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી યુવાનની ધરપકડ કરી કોરોના રિપોર્ટની તજવીજ હાથ ધરી છે.
ડેસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, ડેસર તાલુકાના ભાટપુર ગામમાં રહેતો સંદીપકુમાર મનહર ગોહિલ ખેતી કામ કરે છે. અને ભાટપુર ગામમાં પોતાના મકાનમાં રહે છે. તા.18 ઓક્ટોબરના રોજ સવારે 10.30 વાગ્યે સંદીપકુમાર ગોહિલે અંગત મિત્રને ગામમાં જ રહેતી 17 વર્ષીય સગીરાને સામે રહેતા ચંપાબા બોલાવે છે તેમ કહેવા જણાવ્યું હતું. જેથી મિત્રએ સગીરાને જઇ બા બોલાવે છે તેવું કહેતા સગીરા બાના ઘરે પહોંચી હતી. દરમિયાન પાછળથી આવેલા સંદીપે સગીરાને પોતના સકંજામાં લઇ શારીરિક છેડછાડ કરી હતી. શરીરિક અડપલાં બાદ આવેશમાં આવેલા સંદીપે સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું.
જો કે સગીરાને ખેંચ આવવાની બીમારી હતી. જેથી સંદીપ દ્વારા અચાનકથી અનિચ્છિનય કૃત્ય કરતા સગીરાએ બૂમ બમ કરતા તેને ખેંચ આવી હતી અને સગીરા બેભાન થઇ ગઈ હતી. સગીરાની બૂમો સાંભળતા આસપાસના લોકો બાના ઘરે ધસી આવ્યા હતા. જેથી સંદીપ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. દરમિયાન સગીરા ભાનમાં આવતા પુછપરછ કરતા પોતાની સાથે સંદીપકુમાર ગોહિલે કરેલા દુષ્કર્મની વાત કરતાં આસપાસના લોકો ચોંકી ઊઠ્યા હતા. જોતજોતામાં આ બનાવે ગામમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી.
બનાવ અંગે પીડિતાના પરિવારે ડેસર પોલીસ મથકમાં સંદીપકુમાર ગોહિલે સામે ફરિયાદ નોંધાવતા ડેસર પોલીસ સ્ટેશનના કર્મીઓએ ફરિયાદના આધારે ટીમો બનાવી સંદીપકુમાર ગોહિલેની શોધખોળ હાથ ધરી હતી. અને ગણતરીના કલાકોમાં સંદીપને દબોચી લીધો હતો. પોલીસે સંદીપકુમાર સામે દુષ્કર્મનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. તેમજ પોલીસે સંદીપકુમાર ગોહિલનો કોરોનાનો રિપોર્ટ કઢાવવાની તજવીજ હાથ ધરી છે.
- નરાધમે પહેલા શારીરિક છેડછાડ કર્યા પછી દુષ્કર્મ આચર્યું
- દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાને ખેંચ આવતા બેભાન થઇ હતી
- 17 વર્ષનીની સગીરા ઉપર થયેલા દુષ્કર્મના બનાવે ગામમાં ચકચાર જગાવી
- પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમની ધરપકડ કરી કોરોના રિપોર્ટની તજવીજ હાથ ધરી