• ખંડેરાવ માર્કેટ પાસે આવેલ વ્રજસિદ્ધિ ટાવર અને તરંગ કોમ્પલેક્ષમાં કોપીરાઇટની કંપનીએ ક્રાઇમ બ્રાંચ ટીમને સાથે રાખીને દરોડા પાડ્યા
  • પોલીસે એપલ આયોફોન કંપનીના ડુપ્લીકેટ મોબાઇલ કવર, કેમેરા ગ્લાસ, પેનલ, બેટરી સહિત રૂ. 15.27 લાખની 1159 નંગ એસેસરીઝ જપ્ત કરી
  • કંપનીના મેનેજરે પોલીસને સાથે રાખીને રેડ પાડી
  • મોબાઇલ કવર, કેમેરા ગ્લાસ, બેટરી સહિત 15.27 લાખની એસેસરીઝ જપ્ત કરાઇ

વડોદરા. ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પર આવેલ વ્રજસિદ્ધિ ટાવર અને તરંગ કોમ્પલેક્ષમાં કોપીરાઇટની કંપનીએ ક્રાઇમ બ્રાંચની ટીમને સાથે રાખીને ડુપ્લીકેટ એપલ આયોફોન મોબાઈલ એસેસરીઝનું વેચાણ કરતી દુકાનમાં દરોડા પાડ્યા હતા. પોલીસે મોબાઇલ કવર, કેમેરા ગ્લાસ, પેનલ, બેટરી સહિત રૂ. 15.27 લાખની 1159 નંગ એસેસરીઝ જપ્ત કરી છે.

શહેરના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે આવેલા વ્રજસિદ્ધિ ટાવર અને તરંગ કોમ્પલેક્ષમાં કોપીરાઇટની કંપનીએ ક્રાઈમ બ્રાંચ ટીમને સાથે રાખી દરોડો પાડ્યો હતો. અને એપલ આઇફોન મોબાઇલ કંપનીના ડુપ્લિકેટ પાર્ટસનું વેચાણ કરી રહેલા 4 મોબાઇલ દુકાનના સંચાલકોની કોપીરાઇટ અને છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરીને 15.27 લાખ રૂપિયાની એપલ આઇફોન મોબાઇલની 1159 નંગ ડુપ્લિકેટ એસેસરીઝ કબ્જે કરી હતી.

અમદાવાદ શહેર મણિનગર ખાતે રહેતા વિશાલસિંહ જાડેજા ગ્રીફિન ઇન્ટેકચુઅલ પ્રોપર્ટી સર્વિસિસ પ્રા. લિ. કંપનીમાં રીજીયોનલ મેનેજર તરીકે કંપનીઓના કોપીરાઇટની દેખરેખ માટે ફરજ બજાવે છે તેઓને ચોક્કસ માહિતી મળી હતી કે, વડોદરા શહેરના રાજમહેલ રોડ ઉપર દુકાનો પૈકી કેટલીક દુકાનોમાં એપલ આઇફોનની ડુપ્લિકેટ એસેસરીઝ વેચાય છે.

વડોદરા આવી ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસેના વ્રજસિદ્ધિ ટાવર તેમજ તરંગ કોમ્પ્લેક્સમાં ખાત્રી કરવા વ્રજ સીધી ટાવરની કેવલ મોબાઇલ (સંચાલક, ચેતન ભગવતીભાઈ ઠક્કર, રહે, આરવી દેસાઈ રોડ), રોયલ મોબાઇલ એસેસરીઝ (સંચાલક, હિતેશ મુરલીધર લોહાણા( રહે, વારસિયા રિંગ રોડ), દર્શન મોબાઈલ(સંચાલક, ચેતન કોટુમલ આરતાની, રહે, ખોડીયારનગર ચાર રસ્તા ) અને તરંગ કોમ્પલેક્ષમાં આવેલા શ્રીનાથ ઇલેક્ટ્રોનિક (સંચાલક, અંકિત રાજેન્દ્ર દોષી (રહે, આજવા રોડ)ની દુકાનોમાં એપલ કંપનીના આઈફોન મોબાઇલની ડુપ્લિકેટ એસેસરીઝ વેચાતી હોવાની હકીકત સપાટી પર આવી હતી. જેથી કંપનીના કર્મચારીઓએ શહેર ક્રાઈમ બ્રાંચ પોલીસને સાથે રાખીને દરોડો પાડ્યો હતો.

ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચારેય દુકાનોમાંથી મોબાઇલ કવર, કેમેરા ગ્લાસ, પેનલ, બેટરી સહિત રૂ. 15.27 લાખની કિંમતની 1159 નંગ એસેસરીઝ કબ્જે કરી હતી, જેથી નામાંકિત એપલ કંપનીના ડુપ્લિકેટ એસેસરીઝ ઓરિજનલ હોવાનું દર્શાવી ગ્રાહકો સાથે છેતરપિંડી આચરતા દુકાન સંચાલકો વિરૂદ્ધ છેતરપિંડી અને ધી કોપીરાઇટ એક્ટ મુજબની કલમો હેઠળ ગુનો નોંધીને ચારેય આરોપીની ધરપકડ કરી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud