એસએસજી હોસ્પિટલમાં વેન્ટિલેટરથી શરૂ થયેલી આગના ધુમાડા ફેલાઇને આખા ફ્લોર સુધી પહોંચ્ચા હતા
સ્વદેશી નિર્મિત ઘમણ વેન્ટિલેટર અગાઉ પણ તેની કાર્યક્ષમતાને લઇને અનેક વખત વિવાદોમાં રહી ચુક્યું છે
હાલ ધમણ વેન્ટીલેટર કાર્યરત હોય તેવી તમામ જગ્યાઓ માટે વડોદરાનો આગ અકસ્માત મહત્વનો બોધપાઠ સમાન
થોડાક સમય પહેલા ફાયર વિભાગ દ્વારા એસએસજી હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાયો હતો, ખરા સમયે તાલીમ કામ લાગી
ધમણ 3 એડવાન્સ વેન્ટિલેટર છે. નવી કંપની હોય , કોઇ પણ ઇન્સ્ટ્રુમેન્ટ 24 કલાક ચાલે તો ગમે ત્યારે ફોલ્ટ થઇ શકે. - ડો શિતલ મિસ્ત્રી
વડોદરા. એસએસજી હોસ્પિટલમાં મંગળવારે સાંજે આગ લગવાની ઘટના સામે આવી હતી. જેમાં કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઇ રહેલા દર્દીઓને ખાટલા સાથે દાદરા પરથી નીચે ઉતારવા પડ્યા હતા. બીજા દિવસે આગ લાગવા અંગેનો cctv વાઇરલ થયો હતો. જેમાં વેન્ટિલેટરમાં સ્પાર્ક થયા બાદ આગના ધુમાડા ફેલાયા હોવાનું જણાઇ આવતું હતું. સમગ્ર મામલે ડો. શિતલ મિસ્ત્રી સાથે #Watchgujarat ટેલીફોનિક વાત કરતા તેઓએ ગતરોજની ઘટના અંગે મહત્વની જાણકારી આપી હતી.
વડોદરા ખાતે આવેલી સરકારી બે ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલમાં એક-એક ધમણ-3 એડવાન્સ વેન્ટીલેટર આપવામાં આવ્યા હતા. એસએસજી હોસ્પિટલમાં રાખવામાં આવેલા વેન્ટિલેટરમાં સ્પાર્ક થયા બાદ આગ લાગી હતી. જેને કારણે ભારે અંધાધુંધી સર્જાઇ હતી. સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે ઘટનાની ઝીણવટ ભરી તપાસ કરવા ચાર સભ્યોની કમિટી બનાવી હતી. દરમિયાન ગોત્રી મેડીકલ કોલેજના નોડલ ઓફિસર ડો. શિતલ મિસ્ત્રીએ વેન્ટીલેટર અંગે તેમનો મત પ્રગટ કરતા કહ્યું હતું કે, કોઇ પણ ઇલેક્ટ્રીક ઇન્સ્ટ્રુમેન્ટ 24 કલાક ચાલે ત્યારે તેમાં ગમે ત્યારે ફોલ્ટ થઇ શકે છે. એસએસજી હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના બાદ ગોત્રી મેડીકલ કોલેજમાં કામ કરતા તમામ લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. અને હોસ્પિટલમાં કોઇ પણ અનિચ્છનિય ઘટના ન બને તે માટે ચોક્સાઇ પુર્વક મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં હોસ્પિટલમાં મોકડ્રીલ સહિતના પગલા લેવાનું આયોજન છે.
ધમણ-3 સાથે કામ કરતા તબિબે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, રાજકોટની નવી કંપની દ્વારા બનાવવામાં આવેલા ઘમણ વેન્ટિલેટર સાથે કામ કરવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ક્યારે ક અચાનક વેન્ટીલેટર રિસ્ટાર્ટ પણ થાય તેવી નોબત પણ આવી છે. ધમણ વેન્ટિલેટરનો ઉપયોગ કર્યો ખુબ જ ચેલેન્જિંગ કામ છે. હાલ ધમણ વેન્ટીલેટર કાર્યરત હોય તેવી તમામ જગ્યાઓ માટે વડોદરાનો આગ અકસ્માત મહત્વનો બોધપાઠ સમાન છે.
https://twitter.com/WatchGujarat/status/1303402916577857537?s=19
(એસએસજી હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ #Watchgujarat દ્વારા પ્રથમ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને આગ લાગવા પાછળનું કારણ ધમણ વેન્ટિલેટર હોવાનું જણાવવામાં આવ્યું હતું. બીજા દિવસે વડોદરાની ગોત્રી મેડીકલ કોલેજના નોડલ ઓફિસર ડો.શિતલ મિસ્ત્રીએ ધમણ-3 એડવાન્સ વેન્ટિલેટરમાં આગ લાગવાની વાતને સમર્થન આપ્યું હતું.)
- એસએસજી હોસ્પિટલમાં વેન્ટિલેટરથી શરૂ થયેલી આગના ધુમાડા ફેલાઇને આખા ફ્લોર સુધી પહોંચ્ચા હતા
- સ્વદેશી નિર્મિત ઘમણ વેન્ટિલેટર અગાઉ પણ તેની કાર્યક્ષમતાને લઇને અનેક વખત વિવાદોમાં રહી ચુક્યું છે
- હાલ ધમણ વેન્ટીલેટર કાર્યરત હોય તેવી તમામ જગ્યાઓ માટે વડોદરાનો આગ અકસ્માત મહત્વનો બોધપાઠ સમાન
- થોડાક સમય પહેલા ફાયર વિભાગ દ્વારા એસએસજી હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાયો હતો, ખરા સમયે તાલીમ કામ લાગી
- ધમણ 3 એડવાન્સ વેન્ટિલેટર છે. નવી કંપની હોય , કોઇ પણ ઇન્સ્ટ્રુમેન્ટ 24 કલાક ચાલે તો ગમે ત્યારે ફોલ્ટ થઇ શકે. - ડો શિતલ મિસ્ત્રી