• ગત શુક્રવારના રોજ મહાઠગબાજ આદેશ દેવકુમારને રાજસ્થાન પોલીસે દિવાળીપુરી સ્થિત તેની ઓફીસથી ઝડપી પાડ્યો હતો
  • દિવાળીપુરા સ્થિત L E CITY CENTER ગોત્રી પોલીસ સ્ટેશનના હદમાં આવે છે
  • ગોત્રીની હદમાં ઝડપાયેલા આદેશને જે.પી પોલીસ સ્ટેસનમાં એન્ટ્રી કરવા બોલાવવામાં આવ્યો હતો

વડોદરા. શહેરમાં ઇન્કમવોલ્સના નામે ઓફીસ શરૂ કરી મિલ્કત ભાડે અને વેચાણ કરનાર મહાઠગ આદેશ દેવકુમારને ગત શુક્રવારે રાજસ્થાન પોલીસે ઝડપી પાડ્યો હતો. ઠગબાજ આદેશ સામે રાજસ્થાનના બાંસવાડા સ્થિત કરોડોની ઠગાઇ મામલે ગુનો નોંધાયો હતો. જેના સંદર્ભે રાજસ્થાન પોલીસે તેને ગોત્રી પોલીસ સ્ટેશનની હદમાંથી ઝડપી પાડ્યો હતો. તેમ છતાં જે.પી પોલીસે એન્ટ્રી કરવા માટે રાજસ્થાન પોલીસને બોલાવ્યો હતો, ત્યારબાદ બીજા દિવસે હાજર થવાની જગ્યાએ આદેશ ફરાર થઇ ગયો હતો. જોકે આ સમગ્ર પ્રકરણમાં વડોદરા પોલીસે વધુ તપાસ કરવાને બદલે જે.પી પોલીસ સ્ટેશનના પી.આઇ ડી. કે વાઘેલાની અન્ય પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરી સંતોષી માની ભીનનુ સંકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ઇન્કમવોલ્સના મહાઠગ આદેશ દેવકુમાર સામે ગત વર્ષ-2019માં જે.પી રોડ પોલીસ સ્ટેશન ખાતે છેતરપીંડીનો ગુનો નોંધાયો હતો. જેમાં એસ.ઓ.જીએ આદેશ અને તેની પત્નીની ધરપકડ કરી હતી. ત્યારબાદ રાજસ્થાનના બાંસવાડા ખાતે આદેશ સામે કરોડોની ઠગાઇ મામલે ગુનો નોંધાયો હતો. જેના અનુસંધાને રાજસ્થાન પોલીસ છેલ્લા કેટલાય સમયથી તેની શોધમાં હતી. તેવામાં ગત શુક્રવાર 23 ઓકટોબરના રોજ રાજસ્થાન પોલીસ આદેશની શોધમાં વડોદારા પહોંચી હતી.

રાજસ્થાન પોલીસે ટેક્નીકલ સોર્સના આધારે ઠગબાજ આદેશનુ મોબાઇલ લોકેશન મેળવી લીધુ હતુ. રાજસ્થાન પોલીસને ચોક્કસ લોકેશન મળતા દિવાળીપુરા સ્થિત એલ.ઇ સીટી સેન્ટર ખાતેની ઓફીસમાંથી આદેશને દબોચી લેવામાં આવ્યો હતો. રાજસ્થાન પોલીસ આદેશને લઇ રવાના થઇ હતી. ત્યાં તો જે. પોલીસના ઇન્સપેકટર વાધેલાએ ફોન કરી રાજસ્થાન પોસીસને એન્ટ્રી કરવા માટે પોલીસ સ્ટેશને બોલાવ્યાં હતા.

રાજસ્થાન પોલીસ આદેશને લઇ જે.પી પોલીસ સ્ટેશને પહોંચી હતી. ત્યારબાદ આદેશે સવારે પોલીસ સ્ટેશનમાં હાજર થવાની પોલીસને ખાતરી આપી હતી. પરંતુ હાજર થવાને બદલે ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર પ્રકરણ ઘટનાના બીજા દિવસે વડોદરા પોલીસના ઉચ્ચઅધિકારીઓના ધ્યાને આવતા તપાસ એ.સી.પી કક્ષાને અધિકારીને સોંપવામાં આવી હતી. જોકે તપાસમાં જે.પી પોલીસના ઇન્સપેકટર ડી.કે વાઘેલાની શંકાસ્પદ ભૂમિકા બહાર આવતા તેમણે અન્ય પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરી વડોદરા પોલીસ દ્વારા સમગ્ર મામલે ભીનુ સંકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનુ ફલીત થઇ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરા પોલીસની મીલીભગતથી ફરાર થનાર મહાઠગ આદેશ આજે પણ વડોદરામાં બિન્દાસ્ત ફરી રહ્યો હોવા છતાં બાહોશ પોલીસ તેના સુધી પહોંચી શકતી નથી, કે પછી પહોંચવા નથી માંગતી તે ચર્ચાનો વિષય બન્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud