•  ભરૂચ મુલદ ટોલ પ્લાઝા પરથી બ્રેઝા કારમાં 2 આરોપી રોકડા, 3 મોબાઈલ સાથે ઝડપાયા
  • સુરતના જ્યંતી સોહાગીયા નામના બિલ્ડરના રૂપિયા હતા
  • ભરૂચ પોલીસે ચૂંટણી પંચ, આવકવેરા વિભાગ અને વડોદરા કલેકટરને જાણ કરી
  • વડોદરાના વાસણા રોડ પર રહેતો રવિ મોકરીયા અને કરજણનો દિપક ચૌહાણ રોકડા લઇ સુરતથી નિકળ્યા હતા

વડોદરા. ગુજરાત વિધાન સભાની પેટા ચૂંટણીમાં મતદારોને લુભાવવા બેનામી નાણાં ની થતી હેરફેરનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો છે. મુલદ ટોલટેક્સ પરથી બ્રેઝા કારમાંથી રોકડા રૂ. 25 લાખ સાથે 2 આરોપી પકડી પડાયા છે. આ નાણાં કોંગ્રેસના ઉમેદવાર કિરીતસિંહ જાડેજાને આપવાના હોવાની આરોપીએ કબૂલાત કરી છે.

કરજણ વિધાન સભાની પેટા ચૂંટણી ભારે ગરમા ગરમી અને રાજકીય ઉથલ પાથલ સર્જી રહી છે. ગત રોજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર જુતું ફેકયાના મંગળવારે બીજા દિવસે કોંગ્રેસના ઉમેદવાર ને મોકલવાના ₹25 લાખ બ્રેઝા કારમાં સુરત બિલ્ડર પાસેથી લાવતા 2 શખ્સો પકડાઈ જતા ભારે હડકપ મચી ગયો છે.

ભરૂચ DSP રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. તથા એલ સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે સાંજે ને.હા.નં. – ૪૮ મુલદ ટોલ પ્લાઝા , વાહન ચેકીંગમાં હાજર હતા.

દરમિયા એક લાલ કલરની મારૂતિ બ્રેઝા કાર નંબર GJ – 06-1LE- 3458 સુરત તરફથી આવતા સદર કાર શંકાસ્પદ જણાતા કાર રોકી , કારમાં બેસેલ બે વ્યકિતઓની પુછપરછ કરી હતી. કારની તપાસ કરતા કારમાંથી રોકડા રૂપીયા 25 લાખ ભરેલ થેલી મળી આવેલ જે રોકડા રૂપીયા બાબતે શંકા જણાતા બંને વ્યકિતઓની સઘન અને ઘનિષ્ઠ પુછપરછ કરતા , આ રોકડા રૂપીયા સુરતના જયંતિભાઇ સોહાગીયા પાસેથી મેળવી હોવાનું કબુલ્યું હતું. કરજણના કોગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને પહોંચાડવાના હોવાનું પણ પુછપરછ દરમિયાન સામે આવ્યું હતું.

નાણા બેનામી હોવાની શંકા જતા કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. સમગ્ર બાબતે આયકર વિભાગ તથા મુખ્ય ચુંટણી અધિકારી ગુજરાત તથા જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર વડોદરાને જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. નાણા સુરત ખાતેથી મેળવેલ હોય આ બાબતે સુરત શહેર પોલીસ કંટ્રોલરૂમને જાણ કરવામાં આવેલ છે . આગળની વધુ તપાસ ભરૂચ એસ.ઓ.જી. સોંપવામાં આવેલ છે

કબજે કરેલ મુદામાલ 

જુદા જુદા દરની ચલણી નોટો કુલ રોકડા રૂપીયા  25 લાખ

મોબાઇલ નંગ -૦૩ કિંમત રૂપીયા 12 હજાર

 મારૂતિ બૅઝા કાર કિંમત રૂપીયા  5 લાખ

પકડાયેલ ઇસમ

 દિપકસિંહ દશરથસિંહ ચૌહાણ રહેવાસી ધાનેરા તા.કરજણ જી.વડોદરા

 રવીભાઇ લક્ષ્મણભાઇ મોકરીયા રહેવાસી ૫૦૧ , અવધ સોસાયટી , વાસણા રોડ , વડોદરા

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud