• પેટા ચુંટણીમાં કરજણ વિધાનસભાની બેઠક પર ઉમેરવાર માટે ગુરૂવારે રેલીનું આયોજન કરાયું હતું
  • રેલી દરમિયાન ઓપન જીપમાં હાર્દિક પટેલ , કિરીટસિંહ જાહેજા અને ચંદ્રકાંત શ્રીવાસ્તવ લોકોનું અભિવાદન ઝીલતા હતા.
  • જીપ ચાલકે અચાનક બ્રેક મારતા ચંદ્રકાંત ભથ્થુ લપસી પડ્યા
  • ચંદ્રકાંત ભથ્થુને સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા 

વડોદરા. પેટા ચુંટણીમાં પ્રચાર દરમિયાન કરજણ વિધાનસભા ક્ષેત્રમાં ગુરૂવારે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની રેલીનું આયોજન કર્યું હતું. રેલીમાં જોડાયેલા વડોદરા કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવને અકસ્માત નડતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. અને તેમના સારવાર અર્થે તાત્કાલિક વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

રાજ્યમાં આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની પેટા ચુંટણીને લઇને પ્રચાર અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે. ગુરૂવારે કરજણ વિધાનસભા પર કોંગ્રેસી ઉમેદવાર કિરીટ સિંહ જાડેજાનો પ્રચાર કરવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત કોંગ્રેસના અગ્રણી હાર્દિક પટેલ સહિતના અગ્રણીઓ જોડાયા હતા. રેલી દરમિયાન ઓપન જીપમાં સવાર થઇ હાર્દિક પટેલ, કિરીટસિંહ જાહેજા, ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના નેતાઓએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. દરમિયાન બપોરે 1-15 કલાકે રેલી દરમિયાન જીપ ચાલકે એકાએક બ્રેક મારતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ લપસી પડ્યા હતા. અને નીચે પટકાયા હતા. જેથી તેમના પગના ભાગે ઇજા થઇ હતી.

ચંદ્રકાંત શ્રીવાસ્તવ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. તબિબિ ચેકઅપ બાદ ડોક્ટરોએ તેમને આરામ કરવા જણાવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud