• વોટ્સ એપ પર ફોટા મંગાવ્યાબાદ સર્વિસની મદદ માંગી હતી
  • ભોજબાજ રૂ,22.10લાખની સોનાની 13 ઘડિયાળ લઇ ફરાર
  • ગઠિયાએ ઘટનાને અંજામ આપવા સતત બે મહિના સુધી શોરૂમના કર્મીનો સમ્પર્ક કર્યો
  • ઘટનાને અંજામ આપવા ગઠિયાએ વેલકમ હોટલમાં શોરૂમના કર્મીને બોલાવ્યા
  • મામલો ગોત્રી પોલીસ સ્ટેશનમાં પહોંચતા પોલીસે ગુનો નોંધી ગઠિયાની શોધખોળ હાથ ધરી

વડોદરા. અમારા કલાયન્ટને ગિફ્ટમાં સોનાંની ઘડિયાળ આપવાની છે. તેમ કહી ભોજબાજ ગઠીયાએ વેલકમ હોટલમાં વર્લ્ડ ઓફ ટાઇટન શોરૂમના કર્મીને બોલાવ્યો હતો. સાહેબને સોનાની ઘડિયાળ બતાવીને આવું છું તેમ કહી રૂ,22.10 લાખની કિંમતની 13 સોનાની ઘડિયાળ લઇ પાછળના દરવાજેથી ફરાર થઇ જતા મામલો પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે ગુનો નોંધી બંને ભોજબાજની શોધખોળ હાથ ધરી છે.

સુભાનપુરા સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા હિતેન્દ્રસિંહ રણજિતસિંહ સોલંકી રેસકોર્સ સર્કલ નજીક આવેલ વર્લ્ડ ઓફ ટાઇટનનીઘડિયાળની દુકાનમાં છેલ્લા ત્રણ વર્ષથી કામ કરે છે. 10 સપ્ટેમ્બરના રોજ સવારે 10.30 હિતેન્દ્ર દુકાન પર પહોંચ્યો હતો.દરમ્યાન 12 વાગ્યે લેન્ડલાઈન ઉપર એક ગ્રાહકનો ફોન આવ્યો હતો.આ અને તે ગ્રાહકે હું સંદીપ બોલું છું, મારે કન્સ્ટ્રક્શનનો ધંધો છે, જેથી મારે મારા ક્લાઇંટ્સને ગિફ્ટમાં ઘડિયાળો આપવાની છે.અને મારે 6 ઘડિયાળો જોઈએ છે, જેમાં ટાઇટનમાં આવતી ગોલ્ડની લેડીસ જેન્ટસની ઘડિયાળના ફોટા મોકલવા જણાવ્યું હતું. જેથી હિતેન્દ્રએ સંદીપે આપેલ મોબાઈલ નંબર ઉપર ફોટા પાડી મોકલી આપ્યા હતા.

ત્યારબાદ ગત ગુરુવારના રોજ સંદીપે ફરી એક વાર મેસેજ કરી ફોટા મોકલી આપવા જણાવ્યું હતું. જેથી હિતેન્દ્રએ ફરી એકવાર વોટ્સએપ મારફતે મોકલી આપ્યા હતા.ત્યારે સંદીપે હું વડોદરા આવવાનો છું તે દિવસે પૈસાની લેવડ દેવડ કરીશું અને તે દિવસે ઘડિયાળની ખરીદી કરીશું તેમ કહ્યું હતું. મંગળવારે સંદીપે ફરી વોટ્સએપ કોલ કરી આજે હું મારા સાહેબ સાથે ઘડિયાળ લેવા માટે આવી રહ્યા છે. જેથી હિરેન્દ્રએ બાજુમાં આવેલ તનિષ્કના શોરૂમમાંથી ગોલ્ડની ઘડિયાળ કાઢી રાખી હતી.

દરમિયાન સંદીપે ફરી વોટ્સએપ કોલ કરી અમે તમારી શોપ પર આવી શકીએ તેમ નથી અને હું મારા સાહેબ સાથે વેલકમ હોટલમાં રોકાયેલ છું જેથી તમે સર્વિસ આપી શકતા હોય તો હોટલ પર આવી ઘડિયાળ બતાવી જાઓ. જેથી હિતેન્દ્ર દુકાનમાં કામ કરતા સહકર્મી સાથે ઘડિયાળ લઇ હોટલ પર પહોંચ્યો હતો. ત્યારે સંદીપે હાલ હું બહાર આવ્યો છું તમે મારા સાહેબને ઘડિયાળ બતાવો તેમ કહેતા તેઓને હોટલમાં લેવા આવેલ શખ્સને અલગ અલગ ગોલ્ડની 13 ઘડિયાળ આપી હતી. જે શખ્સ હિતેન્દ્રને બહાર બેસાડી અંદર રૂમમાં સાહેબને બતાવી આવું છું, તેમ કહી અંદર ગયો હતો.

ઘણો સમય વીત્યા પછી તે શખ્સ પરત ન આવતા હિતેન્દ્રએ રૂમની અંદર જઈને તપાસ કરતા બેડ ઉપર 13 ઘડિયાળ ખાલી બોક્સ જોવા મળ્યા હતા. આખરે ગભરાયેલા હિતેન્દ્ર ગોત્રી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને ઘટનાની જાણ પોલીસને કરી સંદીપ અને તેનો મિત્ર રૂ, 22.10 લાખની મતાની ગોલ્ડની 13 ઘડિયાળ લઇ નાસી ગયો હોય તેવી ફરિયાદ નોંધાવતા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !