માર્સ રેમીડીઝ પ્રાઇવેટ લી. વડોદરા ખાતે વાઘોડિયા જીઆઇડીસીમાં મેન્યુફેક્ચરીંગ યુનિટ ધરાવે છે
NAFDAC એ કંપની દ્વારા મોકલવામાં આવેલી એન્ટીબાયોટીક દવાની 8 બેચમાં ગુણવત્તાનો ઇશ્યુ ઉઠાવ્યો હતો
માર્સ રેમીડીઝ કંપનીમાં અગાઉ ફુડ એન્ડ ડ્રગ ઓથોરીટીના ઓડિટ દરમિયાન નિયમોના ઉલ્લંઘનનો મામલો સામે આવતા શો કોઢ નોટીસ ફટકારી, કામ રોકાવ્યું હતું
નાઇજીરીયામાં મોટાભાગની દવાઓ આયાત કરવામાં આવે છે
વડોદરા. નાઇજીરીયાની ધી નેશનલ એજન્સી ફોર ફુડ એન્ડ ડ્રગ એડમીનીસ્ટ્રેશન એન્ડ કન્ટ્રોલ (NAFDAC) દ્વારા વડોદરાની માર્સ રેમીડીઝ પ્રાઇવેટ લિમીટેડ કંપનીને બ્લેક લિસ્ટ કરી છે. કંપની દ્વારા એક્સપોર્ટ કરવામાં આવેલી એન્ટીબાયોટીક દવા પિનેકલ સીપ્રોફોક્સાસીન 500 એમજીની 8 બેચમાં ગુણવત્તા મામલે ખોટી માહિતી આપી હોવાની વાત સામે આવી હતી.
નાઇજીરીયામાં દવાઓનું મેન્યુફેક્ચરીંગ કરવાની શક્તયા નહિવત હોવાને કારણે મોટાભાગે દવાઓ તથા ફાર્મા પ્રોડક્ટનું મોટા પાયે આયાત કરવામાં આવે છે. આયાત કરવામાં આવતી દવાઓની ગુણવત્તા સહિતના મામલાની દેખરેખ ધી નેશનલ એજન્સી ફોર ફુડ એન્ડ ડ્રગ એડમીનીસ્ટ્રેશન એન્ડ કન્ટ્રોલ (NAFDAC) દ્વારા કરવામાં આવે છે. તાજેતરમાં NAFDAC એજન્સી દ્વારા માર્સ રેમીડીઝ પ્રાઇવેટ લિમીટેડ કંપની દ્વારા મોકલવમાં આવેલી એન્ટીબાયોટીક દવા પિનેકલ સીપ્રોફોક્સાસીન 500 MG ની 8 બેચનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. ઇન્સ્પેક્શન દરમિયાન હલ્કી ગુણવત્તાનો મામલો સામે આવ્યો હતો. જેને કારણે NAFDAC એ માર્સ રેમીડીઝ પ્રાઇવેટ લિમીટેડને બ્લેક લિસ્ટ કરી હતી.
સમગ્ર મામલે ફ્રુડ એન્ડ ડ્રગ કમિશ્નર ડો.એચ.જી.કોશીયાએ જણાવ્યું હતું કે, અમારા વિભાગ દ્વારા કંપનીઓમાં સમયયાંતરે ઓડિટ કરવામાં આવે છે. 8 મહિના પહેલા ઇન્સ્પેક્શન દરમિયાન માર્સ રેમીડીઝ પ્રાઇવેટ લિમીટેડ કંપની દ્વારા નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ કંપનીને શો નોટીસ ફટકારવામાં આવી હતી. અને કંપનીનું ઉત્પાદન આશરે બે મહિના જેટલા સમય માટે અટકાવી દેવામાં આવ્યું હતું. પછી કંપનીઓ તેમના તરફે તૈયારી કરીને અમને રીપોર્ટ આપ્યો હતો. ત્યાર બાદ કંપનીમાં પુન વરીફીકેશનની કાર્યવાહી કરવામાં આવી હતી. અને કંપની પુન: શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. માર્સ રેમેડીઝ વાઘોડિયા ખાતે મેન્યુફેક્ચરીંગ યુનિટ ધરાવે છે.