અમીના શેખના પતિ નઇમ દ્વારા ગોળી મારવા પાછળ પોતાના નાના ભાઇ મોઇન સામે શંકા વ્યક્ત કરાઇ હતી
મોઇન માનતો હતો કે, અમીના શેખના આવ્યા બાદ પરિવારમાં સંપત્તિનો વિવાદ થયો. જેથી તેને અમીના શેખ પર રીઝ હતી.
હત્યાના પ્રયાસ પહેલા મોઇને અમીના શેખના ઘરની 8 દિવસ સુધી રેકી કરી હતી.
ઘરપકડ કરાયેલા મોઇનના સાથી અમજદ બનાવ અંગે અજાણ હતો
મોઇન સામે અગાઉ પણ વિવિધ પોલીસ સ્ટેશનમાં 4 જેટલા ગુના નોંધયા
અમીના શેખને બીજી ગોળી મારવા જતા બુલેટ પિસ્તોલમાં લોક ગઇ હતી. અને રિવર્સ ફાયર થાય તેવી શક્યતા હતી. એટલે મોઇન એક જ ગોળી મારીને નાસી છુટ્યો
ફાયરીંગ કરી કપડા પરથી કોઇ ઓળખી ન જાય તે માટે બંન્નેએ પોતાના ઘરે જઇ કપડા બદલ્યા
બે રીક્ષા બદલીને ગુનેગારો અમદાવાદ પહોંચ્યા હતા.
હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનેગારોને 36 કલાકમાં પકડી પાડ્યા
વડોદરા. યાકુતપુરામાં ધોળે દહાડે કંકોત્રી આપવાના બહાને અમીના શેખને છાતીમાં ગોળી મારી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાના 36 કલાક બાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગોળી ચલાવનાર મોઇન અને તેના સાથીદાર અમજદની અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. સંપત્તિના વિવાદમાં અમીના શેખના આવ્યા બાદ વિવાદ થયો હોવાનું માનતા દિયર મોઇને રીઝ રાખીને મંગળવારે ગોળી મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો.
મંગળવારે બપોરે યાકુતપુરા વિસ્તારમાં પરિવાર સાથે રહેતા અમીના શેખના ઘરે બુકાની બાંધીને કંકોત્રી આપવા માટે બે શખ્સ પહોંચ્યા હતા. ઘરના ઉંમરા પાસે આવતા અમીના શેખ કંઇ સમજે તે પહેલા જ છાતીમાં બુકાનીધારી મોઇન શેખે પોતાની પાસેથી પિસ્તોલ કાઢી ફાયર કર્યું હતું. છાતીના ભાગે ગોળી વાગતા અમીના શેખ ઢળી પડ્યા હતા. સાથી અમજદ બનાવથી અજાણ હોઇ ભાગવા જતા મોઇન બીજો રાઉન્ડ ફાયર કરતા અટકી ગયો હતો. લોહીમાં લથબથ અમીના શેખને ગોળી માર્યા બાદ મોઇન અને અમજદ બંન્ને ફરાર થઇ ગયા હતા. જો કે આ ઘટના બાદ બંન્ને શખ્સો પોતાના ઘરે જઇ કપડા બદલી અમદાવાદ ખાતે ભાગવા રવાના થયા હતા. 2 રીક્ષા થકી મોઇન શેખ અને અમજદ અમદાવાદ પહોંચ્યા હતા. ત્યાં રીલીફ રોડ પરની સહારા હોટલમાં અમજદે રાતવાસો કર્યો હતો. જ્યારે મોઇને આખી રાત રસ્તાની બાજૂની ફુટપાથ પર વિતાવી હતી. અ ઘટનાની તપાસ કરતી ક્રાઇમ બ્રાન્ચે હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે મોઇન અને અમજદ અમદાવાદ ખાતે હોવાની ચોક્કસ માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની બે ટીમો અમદાવાદ પહોંચીને બન્નેને ઝપડી પાડ્યા હતા. અમીના શેખની હત્યાના ઇરાદે ફાયરીંગ કરવાના મામલે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલા આરોપીઓની પ્રાથમિક પુથપરછ કરતા અમીના શેખના આવ્યા બાદ પરિવારમાં સંપત્તિ વિવાદ થયો હોવાનું મોઇન માનતો હતો અને આ અંગે તેને રીઝ પણ હતી. તેથી 8 દિવસ સુધી ઘરની રેકી કર્યા બાદ ગત મંગળવારે અમીના શેખ ઘરમાં એકલા હોવાનો મોકો મળતા જ મોઇને આ ઘટનાને અંજામ આપ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે ગુનામાં વપરાયેલા હથિયાર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.