પાવાગઢ મા આવતી કાલથી શરૂ થતી આસો નવરાત્રી એ પાવાગઢ ના ઇતિહાસ માં કોરોના ની મહામારી ને ધ્યાન માં લઇ મંદિર ટ્રસ્ટ દવારા મંદિર 16.ઓક્ટોબર થી 1 નબેમ્બર સુધી બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. પાવાગઢ માતાજી મંદિર સાથે લાખો ભક્તો ની આસ્થા જોડાયેલી દર નવરાત્રી માં આઠ થી દસ લાખ યાત્રાળુઓ આવે છે મંદિર બંધ રહેતા દર્શનાર્થીઓ ફીઝીકલ દર્શન નહીં કરી શકે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા દર્સનાર્થીઓ માટે દર્શન માટે વર્ચ્યુઅલ દર્શન માટે બે ડોમ ઉભા કરાયા છે.

એક ડોમ પાવાગઢ બસ સ્ટેન્ડ બાજુમાં અને બીજો માચી ખાતે ઉભો કરાયો છે. ડોમ માં સેન્ટર માં વિશાળ એલઇડી ઉભી કરાઈ છે. મંદિરમાં કેમેરા લગાવી એલઇડીમાં ઇન્ટરનેટ દ્વારા માતાજી ના લાઇવ દર્શન કરવાની વ્યવસ્થા કરાઈ છે. સવારે છ થી સાંજના સાત સુધી ભક્તો દર્શનનો લાભ લઇ શકાશે. દર્શનના ડોમમાં પ્રવેશ કરનાર દર્શનાર્થીઓને સેનેટાઇઝિંગ કરી પ્રવેશ આપવામાં અપાશે. ડોમમાં બામ્બુના બેરીકેટર બાંધી સોશ્યિલ ડિસ્ટનસિંગ જળવાય તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે. પાવાગઢ આવતા યાત્રાળુઓની સુરક્ષા સલામતી માટે જિલ્લા પોલીસ વડાની નિગરાની અને હાલોલ ડીવાયએસપીની સૂચના મુજબ 700 જેટલા પોલીસ કર્મચારી તેમજ અધિકારીઓ ખડેપગે ફરજ બજાવશે. જેમાં 2 ડીવાયએસપી, 7 પીઆઇ, 40 પીએસઆઇ, એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, જીઆરડી સહિત પોલીસ ફરજ બજાવશે. કાયદો અને વ્યવસ્થાના ભાગ રૂપે પોલિસે પાવાગઢમાં ઘનિષ્ઠ ચેકીંગ હાથ ધર્યું હતું.

નવરાત્રિની આગલી સાંજે જિલ્લા કલેક્ટર અમિત અરોરા, પોલિસ વડા ડો.લીના પાટીલ, ડીડીઓ એ જે શાહ, પ્રાંત અધિકારી આલોક ગૌતમ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં ડોમ દર્શન માટે લગાવામાં આવેલ એલઇડીનો ટ્રાયલ કરાયો હતો. જિલ્લા પોલીસ વડાએ બંદોબસ્ત કરી રહેલ કર્મચારીઓને તાકીદ કરી યાત્રાળુઓ સાથે પ્રેમાળ સ્વાભાવ રાખી સારો વર્તાવ કરવા તાકીદ કરી હતી. નવરાત્રી દરમિયાન પાવાગઢમાં ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોય ફક્ત એસટી બસો દ્વારા યાત્રાળુઓ માચી સુધી જઈ શકશે. એસટી વિભાગ દ્વારા હાલ 20 બસો મોડી રાતથી શરૂ કરી દેવાશે તેમ વિભાગ દ્વારા જાણવવામાં આવ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !