SOGએ બાતમીને આધારે વોચ ગોઠવીને રીક્ષા ચાલકને ગાંજા સાથે દબોચ્યો
ગાંજા સહિત રૂ, 1.62 લાખનો મુદ્દામાલ જપ્ત
વાઘોડિયા રોડ પર રહેતા સપ્લાયર પાસેથી રીક્ષા ચાલક 200 રૂપિયામાં પડીકીઓ લાવીને વેચતો હતો
SOG પોલીસે બાતમીને આધારે રીક્ષાચાલકને ઝડપી પાડ્યો
પોલીસે આરોપી પાસેથી ગાંજાની 19 પડીકી જપ્ત કરી
વડોદરા. શહેરના જલારામનગર ઝૂંપડપટ્ટી પાસે રીક્ષા પાર્ક કરીને ગાંજાની પડીકીઓ વેચતા રીક્ષા ચાલકને SOG એ છટકુ ગોઠવીને ઝડપી પાડ્યો છે. રીક્ષા ચાલક વાઘોડિયા રોડના સપ્લાયર પાસેથી 200 રૂપિયાના ભાવની એક પડીકી લાવીને ગ્રાહકની માંગણી પ્રમાણે એક પડીકી 300થી 400 રૂપિયામાં વેચતો હતો.
શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ને બાતમી મળી હતી કે, કારેલીબાગ VIP રોડ ઉપર આવેલ જલારામનગર ઝૂંપડપટ્ટીમાં રહેતો યુવક એલ.એન્ડ ટી. સર્કલ પાસેની ગલીમાં પોતાની રીક્ષામાં રોજ સાંજના સમયે રીક્ષા પાર્ક કરીને ગાંજાની પડીકીઓનું વેચાણ કરે છે. જેને આધારે SOGની ટીમ એલ.એન્ડ ટી. સર્કલ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન ગાંજાની પડીકીનું વેચાણ કરવા જતા પેડલરને એસઓજીએ પકડી પાડ્યો હતો.
વિરેન્દ્રકુમાર ઉર્ફ નીકુ અમરજીત ઉપાધ્યાય છેલ્લા છ-સાત માસથી ગાંજાનો ધંધો કરતો હતો અને ગાંજાની પડીકીઓ તે વાઘોડિયા રોડ ઉપર રહેતા રોનક ઉર્ફ બાળુ ચૌહાણ પાસેથી રોજની 25થી 23 પડીકીઓ લાવતો હતો અને જલારામનગર ઝૂંપડપટ્ટી સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં પોતાની રીક્ષા પાર્ક કરીને વેચતો હતો. પોલીસ પૂછપરછમાં વિરેન્દ્રએ જણાવ્યું હતું કે, રોનક ઉર્ફ બાળુ ચૌહાણ પાસેથી ગાંજાની એક પડીકી 200 રૂપિયામાં ખરીદતો હતો અને છૂટકમાં તે પડીકી ગ્રાહકની માંગણી જોઇને 300થી 400 રૂપિયામાં વેચતો હતો. ગાંજાની પડીકીઓ સાથે ઝડપાયેલા વિરેન્દ્ર ઉર્ફ નીકુ ઉપાધ્યાયને ગાંજાની પડીકીઓ સપ્લાય કરનાર રોનક ઉર્ફ બાળુ ચૌહાણ ફરાર છે. જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી ધરપકડ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંજાનું વેચાણ કરનાર વિરેન્દ્રકુમાર ઉર્ફ નીકુ અમરજીત ઉપાધ્યાય VIP રોડની જલારામનગર ઝૂપડપટ્ટીમાં રહે છે. તે રીક્ષા ચલાવવાની સાથે ગાંજાનું વેચાણ કરતો હતો. પોલીસે વીરેન્દ્ર પાસેથી ગાંજાની 19 પડીકી, ગાંજાની પડીકીઓના વેચાણના રૂપિયા 5300 અને રીક્ષા મળીને કુલ 1,62,300 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને તેની સામે હરણી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.