પ્રશાંતના અનેક વિડીયો વાઇરલ થઇ રહ્યા છે. જેમાં એક વિડીયોમાં તે “I AM IN LOVE, YOU ARE IN LOVE” બોલતો નજરે પડે છે
પાખંડી પ્રશાંત ધર્મના નામે પોતાની મનમાની કરતો હતો
વડોદરા. બગલામુખીના કહેવાતા પ્રશાંતે ધર્મને આડમાં અનેક ગોરખધંધા કર્યા હતા. તેની સામે એક પછી એક થયેલી ત્રણ પોલીસ ફરિયાદ વાતના પુરાવા છે. પાખંડી પ્રશાંતનો ગોત્રી પોલીસે ટ્રાન્સફર વોરંટથી કસ્ટડી મેળવી તેનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જોકે રિપોર્ટ આવ્યાં બાદ પ્રશાંતની ધરપકડ કરી તેને કોર્ટમાં રદૂ કરી પોલીસ રિમાન્ડ મેળવી વધુ પુછપરછ હાથ ધરશે. તેવામાં પ્રશાંતનો ચાલુ ગાડીએ એક ગીત ગાતો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
પ્રશાંત ઉપાધ્યાય ઉર્ફે ગુરૂજી સામે બે પોલીસ સ્ટેશનમાં ત્રણ અલગ અલગ ફરિયાદ નોંધાઇ છે. પાખંડી પ્રશાંત ધર્મના નામે પોતાની મનમાની કરતો હતો. સારી જગ્યાઓ પર ફરવું, મહિલા સેવિકાઓને સાથે રાખવા, કુકર્મોના વિડીયો બનાવવા, વિડીયો બનાવીને લોકોને બ્લેકમેઇલ કરવા તેના નિત્યક્રમનો ભાગ બની ગયું હતું.
રંગીલો પ્રશાંત પોતાના વિડીયો ઉતારવા તથા તેને એડીટ કરવાની જવાબદારી અંગત સેવિકા દિશા ઉર્ફે જોન પાસે હતી. તાજેતરમાં ગોત્રી પોલીસ સ્ટેશનમાં યુવતિએ પ્રશાંત સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. મામલે ગોત્રી પોલીસ દ્વારા પાખંડી પ્રશાંતની સેવિકા દિશા ઉર્ફે જોનની ધરપકડ કરી હતી. પોલીસે બે દિસના દિશાના રિમાન્ડ મેળવી પુછપરછ કર્યા બાદ તેને જેલ હવાલે કરી હતી. દરમિયાન પોલીસે પ્રશાંતની જેલમાંથી કસ્ટડી મેળવી તેની પુછપરછની તજવીજ હાથ ધરી છે. ત્યારે પાખંડી પ્રશાંતનો એક વિડીયો વાઇરલ થઇ રહ્યો છે. જેમાં પ્રશાંત I AM IN LOVE, YOU ARE IN LOVE, WE ARE IN LOVE કહેતો નજરે પડે છે.
https://twitter.com/watchgujarat/status/1324719551783833601?s=21
પાખંડી પ્રશાતના અનેક વિડીયો વાઇરલ થયા છે. જેમાં તે પોતાની એક્ટીંગની કળા અજમાવી રહ્યો હોવાનું પણ જોઇ શકાય છે. વાઇરલ વિડીયોમાં પ્રશાંત પાઘડી ધારણકરીને કારમાં મુસાફરી કરી રહ્યો છે. અને I AM IN LOVE, YOU ARE IN LOVE, WE ARE IN LOVE બોલતો જોવા મળી રહ્યો છે.