કરજણ વિધાનસભા ખાતે સ્મૃતિ ઇરાનીની ચુંટણી સભા

  • સ્મૃતિ ઇરાનીના સંપર્કમાં આવેલા અગ્રણીઓમાં વ્યાપેલો ફફડાટ
  • સંપર્કમાં આવેલાં લોકોને કોરોના ટેસ્ટ કરાવવા સ્મૃતિ ઇરાનીની અપીલ

વડોદરા. ગુજરાતમાં પેટાચુંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારક કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની 5 દિવસ પહેલા કરજણ સહિત 4 બેઠકો પર પ્રચારાર્થે આવ્યા હતા. 5 દિવસ બાદ તેઓ કોરોના પોઝીટીવ થયા છે. આ અંગેની જાહેરાત મંત્રી દ્વારા તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી કરી હતી. અને તેમના સંપર્કમાં આવેલા લોકોએ કોરોના રિપોર્ટ કરાવવા વિનંતી કરી હતી. જેને પગલે ગુજરાતની 4 વિધાનસભા બેઠકના ભાજપી અગ્રણીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. કારણકે, જો તેઓ કોરોના પોઝિટીવ જણાઈ આવે તો પેટા ચૂંટણીના અંતિમ તબક્કામાં અગ્રણીઓને ક્વોરેન્ટાઈન થવાનો વારો આવે એમ છે.

ગઢડા ખાતે સ્મૃતિ ઇરાનીની ચુંટણી સભા

રાજ્યમાં 8 વિધાનસભા સીટ પર ચુંટણી માટેનો પ્રચાર અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે. સ્ટાર પ્રચારકો ચુંટણી સભા ધમધમાવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 5 દિવસ પહેલા પ્રચારાર્થે કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની આવ્યા હતા. તેમણે એક જ દિવસમાં કરજણ, ગઢડા, લિંબડી અને મોરબી વિધાસસભાની સીટ પર ભાજપના ઉમેજવારોનો પ્રચાર કર્યો હતો. છેલ્લે તેમની સભા કરજણ ખાતે યોજાઇ હતી.

લિંબડી ખાતે સ્મૃતિ ઇરાનીની ચુંટણી સભા

ચુંટણી પ્રચારના પાંચ દિવસ બાદ સ્મૃતિ ઇરાની કોરોના પોઝીટીવ થયા છે. અને આ અંગેની જાણકારી તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી આપવામાં આવી હતી. તેની સાથે તેમના સંપર્કમાં આવેલા લોકોએ કોરોના રિપોર્ટ કઢાવવાની તાકીદ કરી હતી.

 

મોરબી ખાતે સ્મૃતિ ઇરાનીની ચુંટણી સભા

ગુજરાતમાં ચાર વિધાનસભા સીટ પર પ્રચારાર્થે આવેલા સ્મૃતિ ઇરાની કોરોના પોઝીટીવ આવતા આગામી ચુંટણી પ્રચાર પર તેની અસર પડી શકે છે. ચારેય સીટો પર પ્રચાર દરમિયાન ઉચ્ચ રાજકીય નેતાઓ તેમના સંપર્કમાં આવ્યા હતા. રાજકીય રેલીમાં થતી ભીડને કાબુમાં રાખવામાં નહિ આવે તો રાજ્યમાં કોરોનાની સ્થિતી વકરી શકે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud