• ખાદ્ય લોટને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે, પરંતુ મેસર્સ મિશ્કત એગ્રે ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી દ્વારા રજીસ્ટર્ડ બ્રાન્ડના નામ સાથે વેચાણ કરતા હોવાથી જીએસટી લાગુ થાય છે.
  • કંપની દ્વારા જુલાઇ -2017 થી સપ્ટેમ્બર – 2020 સુધીમાં જીએસટી ભરપાઇ કરવામાં આવ્યું ન હતું.
  • સંચાલક ઇદ્રીસ યુસુફભાઇ માલવસીએ સ્વેચ્છાએ રૂ. 75 લાખ ભરપાઇ કર્યા

વડોદરા. સેન્ટ્રલ જીએસટી એન્ડ કસ્ટમ, વડોદરા – 2 દ્વારા ઇન્ટેલીજન્સ અને ડેટા એનાલીસીસ દ્વારા દાહોદના મેસર્સ મિશ્કત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લીમીટેડની રૂ. 12.80 કરોડની કરચોરી પકડી પાડી હતી. જીએસટી ચોરીમાં સંડોવાયેલા કંપનીના સંચાલક ઇદ્રીસ યુસુફભાઇ માલવસીનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ, વડોદરા સમક્ષ હાજર કરવામાં આવશે.

મેસર્સ મિશ્કત એગ્રે ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લીમીટેડ દ્વારા વિવિધ પ્રકારના ખાદ્ય લોટનો વેપાર કરવામાં આવે છે. કંપનીનું બ્રાન્ડ નામ મિશ્કતને ટ્રેડમાર્ક એક્ટ, 1999 અંતર્ગત રજીસ્ટર્ડ કરાવવામાં આવ્યું છે. સેન્ટ્રલ ટેક્સના નોટીફીકેશન 01/2017માં તારીખ 28/06/2017ના રોજ કરવામાં આવેલા સુધારા અનુસાર કંપની પર જીએસટી લાગુ થાય છે. કારણકે કંપની દ્વારા રજીસ્ટર્ડ બ્રાન્ડ નેમ અંતર્ગત ગુડ્સનું વેચાણ કરવામાં આવતું હતું. મેસર્સ મિશ્કત એગ્રે ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લીમીટેડ દ્વારા રૂ. 310 કરોડના મુલ્ય પર જીએસટી ટેક્સ લાગુ પડે છે. કંપની દ્વારા રૂ. 12.80 કરોડની જીએસટી ચોરી કરવામાં આવી હોવાનું સેન્ટ્રલ જીએસટી એન્ડ કસ્ટમ, વડોદરા – 2 ના અધિકારીઓ દ્વારા પકડી પાડવામાં આવ્યું હતું. કંપની દ્વારા જુલાઇ -2017 થી સપ્ટેમ્બર – 2020 સુધીમાં જીએસટી ભરપાઇ કરવામાં આવ્યું ન હતું. કંપની સંચાલક દ્વારા સ્વેચ્છાએ રૂ. 75 લાખ જીએસટી કર પેટે ભરપાઇ કરી દીધા હતા.

મેસર્સ મિશ્કત એગ્રે ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લીમીટેડના સંચાલક ઇદ્રીસ યુસુફભાઇ માલવસીની ટેક્સ ચોરી મામલે ધરપકડ કરવામાં આવી હતી. નિયમાનુસાર ઇદ્રીસ યુસુફભાઇ માલવસીનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે અને ત્યાર બાદ તેને ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં રજુ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, જીએસટી ટેરીફ એક્ટ 2017 મુજબ વિવિધ પ્રકારના લોટ ને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે. પરંતુ મેસર્સ મિશ્કત એગ્રે ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લીમીટેડ દ્વારા રજીસ્ટર્ડ બ્રાન્ડ નેમ અંતર્ગત વેચાણ કરતું હોવાને કારણે તેના પર જીએસટી લાગુ થાય છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud