શોરૂમમાં આવતા ગ્રાહકો પાસેથી રૂપિયા લઇ આજીવન વહાન કરની બનાવટી રિસિપ્ટ પધરાવી દેતા
આજ પ્રકારની કુલ 44 બનાવટી રિસિપ્ટો કિરણ મોટર્સના જનરલ મેનેજરના ધ્યાને આવતા તેમણે જે.પી પોલીસમાં અરજી કરી હતી
અરજીની તપાસ દરમિયાન રિલેશનશિપ મેનેજર સહીત 9 લોકોની સંડોવણી બહાર આવી હતી.
વડોદરા. જુના પાદરા રોડ પરના અક્ષર ચોક ખાતે આવેલા કિરણ મોટર્સ શોરૂમના રિલેશનશિપ મેનેજર અને તેના સાગરીતોએ કાર ખરીદવા માટે આવતા ગ્રાહકોને આજીવન વાહન કરની બનાવટી રિસિપ્ટ આપતા હતા. જોકે, કોર્પોરેશનમાં ભરવા પાત્ર કર નહીં ભરી રી. 4.39 લાખનુ કૌભાંડ આચરવામાં આવ્યુ હતુ. આ કૌભાંડનો પર્દાપાશ થતાં વોર્ડ નં-6ના અધિકારીએ સમગ્ર મામલે જે.પી પોલીસ સ્ટેશન ખાતે કિરણ મોટર્સના 9 ભેજાબાજો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
કંઇ રીતે ભેજાબાજોએ આચરેલુ કૌભાંડ બહાર આવ્યું
જે.પી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી ફરીયાદ અનુસાર, કિરણ મોટર્સના જનરલ મેનેજર સુબ્રમણ્યમ ઐય્યરે તાજેતરમાં જે.પી રોડ પોલીસ સ્ટેશન કાતે એક અરજી કરી હતી. જે અરજીની સાથે તેઓએ 44 જેટલા વાહનોના કરની રિસિપ્ટ નબરનુ પત્રક આપ્યું હતુ. આ રિસિપ્ટમાં જણાવ્યાં મુજબ આજીવન વાહન કર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બરવામાં આવ્યો છે કે કેમ ? તે અંગેની માહિતી માંગવામાં આવી હતી. 44 પૈકીની રિસિપ્ટમાં વાહન કરની કિંમત વગેરે માહિતી જુદી જુદી જણાઇ આવી હતી. જેમાંજ બાકીની 11 રિસિપ્ટમાં વોર્ડ નં-6 લખેલા તે મેચ થઇ નથી. જ્યારે અન્ય 14 રિસિપ્ટ ખોટી રીતે ઉપજાવી કાઝેલ હાવોનુ જાણવા મળ્યું હતુ.
વહીવટી વોર્ડ નં-6ના ઓફીસરે જે.પી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ કે, સૌરૂમમાં કામ કરતા 9 વ્યક્તિઓ દ્વારા કારની ખરીદી કરવા આવતા ગ્રાહકો પાસેથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ભરવાના થતા આજીવન વાહન કરના રૂપિયા મેળવી લઇ બનાવટી રિસિપ્ટ બનાવી કોર્પોરેશનને આર્થિક નુકશાન પહોંચાડ્યું છે. જે અંગેની જાણ પોલીસે વડોદરા મહાનગર પાલિકાની વહીવટી વોર્ડ નં-6ના વોર્ડ ઓશિપર જિતેન્દ્ર બ્રહ્મભટ્ટને કરી હતી. વોર્ડ ઓફિસરે પોલીસની તપાસમાં બહાર આવેલી માહિતીના આધારે જે.પી રોડ પોલીસ સ્ટેશન ખાતે કિરણ મોટર્સના 9 ભેજાબોજો સામે ફરીયાદ નોંધાવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે શોરૂમમાં કામ કરતા નવ વ્યક્તિઓ દ્વારા કારની ખરીદી કરવા આવેલા જુદા જુદા ગ્રાહકો પાસેથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ભરવાના થતા આજીવન વાહન કરના રૂપિયા મેળવી લઈ બનાવટી રીસીપ્ટ બનાવી વડોદરા મહાનગર પાલિકાને આર્થિક નુકસાની પહોંચાડ્યું છે.
જેથી વડોદરા મહાનગરપાલિકાની વહીવટી વોર્ડ નં-6ના વોર્ડ ઓફિસર જીતેન્દ્ર બ્રહ્મભટ્ટે જે.પી.રોડ પોલીસમાં ગુનામાં સંડોવાયેલા 9 આરોપી રિઝવાન મન્સૂરી (રહે,વાસણા) કેયુર ધામેચા (ગોત્રી રોડ) સાગર પોખરેલ (દિવાળીપુરા) રૂષભ શાહ (માંજલપુર) કૃણાલ સૂપ્પા (પોલો ગ્રાઉન્ડ) સુમિત કુમાર સિંધા(કલાલી) દર્શીત જોશી (કારેલીબાગ) કેપ્રી શાહ (વાડી) કૃણાલ ઓઝા (આજવારોડ) વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે.પી.રોડ પોલીસે પાલિકાને તેમજ કંપનીને આર્થિક નુકશાન પહોંચાડનાર વિરૂદ્ધ છેતરપીંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
- શોરૂમમાં આવતા ગ્રાહકો પાસેથી રૂપિયા લઇ આજીવન વહાન કરની બનાવટી રિસિપ્ટ પધરાવી દેતા
- આજ પ્રકારની કુલ 44 બનાવટી રિસિપ્ટો કિરણ મોટર્સના જનરલ મેનેજરના ધ્યાને આવતા તેમણે જે.પી પોલીસમાં અરજી કરી હતી
- અરજીની તપાસ દરમિયાન રિલેશનશિપ મેનેજર સહીત 9 લોકોની સંડોવણી બહાર આવી હતી.