એલાઇવ્ઝ જીમમાં ડો. દેવાંગ શાહ અને બોડી બિલ્ડર કૈલાશ જાધવ પાર્ટનર હતા.
કૈલાશ જાધવે પાર્ટનર ડોક્ટર દેવાંગ શાહને કરોડો રુપિયાનો ચુનો ચોપડતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
કૈલાશ જાધવ 100 દિવસથી પોલીસની પકડથી ફરાર છે
કૌભાંડ આચરવામાં મદદગાર એકાઉન્ટન્ટ સંજય હલિયલની રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટે નકારી નાંખી
WatchGujarat. એલાઇવ્ઝ જીમના પાર્ટનર ડો. દેવાંગ શાહ સાથે કરોડો રૂપિયાની ઠગાઇ મામલે જીમ સંચાલક કૈલાશ જાધવ છેલ્લા 100 દિવસથી ફરાર છે. કૈલાશને કૌભાંડ આચરવામાં મદદ કરનાર એકાઉન્ટન્ટ સંજય હલિયલની રેગ્યુલર જામીન અરજી વડોદરાની સેશન્સ કોર્ટે ફગાવી દીધા હતા.
એક સમયે શહેરના આઇનોક્સ મલ્ટીપ્લેક્સની બાજુમાં આવેલા કોમ્પલેક્ષમાં એલાઇવ્ઝ જીમ ચાલતું હતું. જેમાં મોટાભાગે શહેરના હાઇપ્રોફાઇલ લોકો મેમ્બર્સ હતા. એલાઇવ્ઝ જીમના પાર્ટનર કૈલાશ જાધવે અન્ય પાર્ટનર ડો. દેવાંગ શાહ સાથે શરૂઆતથી જ આર્થીક વ્યવહારની વિગતો છુપાવી હતી.
આખરે ડો. દેવાંગ શાહે એકાઉન્ટનું ઓડિટ કરાવ્યું તો કૈલાશ જાધવ દ્વારા એલાઇવ્ઝ જીમમાં કરવામાં આવેલા આર્થીક કૌભાંડની વિગતો બહાર આવી હતી. જેને લઇને કૈલાશ વિરૂદ્ધ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ બાદ ઠગ કૈલાશ જાધવને હાજર થવા માટે સમન્સ મોકલાયા બાદથી તે ફરાર છે. છેલ્લા 100 દિવસથી ઠગ કૈલાશ જાધવ શહેર ક્રાઇમ બ્રાન્ચની પહોંચથી બહાર છે.
દરમિયાન ઠગ કૈલાશ જાધવને કૌભાંડ અચરવામાં તેના એકાઉન્ટન્ટ સંજય હલિયલે મદદ કરી હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ તેને જેલમાં મોકલી અપાયો હતો. બુધવારે વડોદરા સેશન્સ કોર્ટમાં સંજય હલિયલની રેગ્યુલર જામીન અરજીની સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ડો. દેવાંગ શાહ તરફે એડવોકેટ હિતેષ ગુપ્તાની રજૂઆત તથા સરકારી વકીલ પી.સી.પટેલની દલીલ સાંભળ્યા બાદ રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, એલાઇવ્ઝ જીમ બંધ કરી દેવામાં આવ્યું છે. અને કરોડો રુપિયાનું કૌભાંડ આચરનાર ઠગ કૈલાશ જાધવ છેલ્લા 100 દિવસથી પોલીસની પકડથી બહાર છે. સંજય હલિયલની રેગ્યુલર જામીન અરજી કેસમાં ચાર્જશીટ ફાઇલ કર્યા બાદ ફગાવી દેવામાં આવ્યા છે. અગાઉ પણ હાઇકોર્ટે સંજય હલિયલની રેગ્યુલર જામીન અરજી હાઇકોર્ટે નકારી કાઢી હતી.