• શનિવારે ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા કોરોનાના નિયમોનું પાલનનું કડકાઇ પુર્વક ચેકીંગ કરવામાં આવ્યું હતું
  • દુકાનો, ગોડાઉન અને મોલને સીલ કરી દેવામાં આવ્યા
  • લોકોમાં જાગૃતિ લાવવા માટે અનેક જગ્યાઓએ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું

#Vadodara – EVA MALL સીલ કરી ત્રણ દિવસ માટે બંધ કરાયો, કોરોનાની ગાઇડલાઇનનો ભંગ થતાં કોર્પોરેશનો સપાટો
WatchGujarat. EVA MALL – કોરોનાની ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરનારાઓ સામે વહીવટી તંત્ર દ્વારા શનિવારથી સઘન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ વખત શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા ઇવા મોલને સીલ કરી દેવામાં આવ્યું હતું. તેની સાથે વહેલી સવારથી શહેરના અનેક વિસ્તારોમાં દુકાનો અને ગોડાઉનને સીલ મારી દેવામાં આવ્યા હતા.

#Vadodara – EVA MALL સીલ કરી ત્રણ દિવસ માટે બંધ કરાયો, કોરોનાની ગાઇડલાઇનનો ભંગ થતાં કોર્પોરેશનો સપાટો

દિવાળી બાદથી કોરોનાના કેસોમાં એકાએક ઉછાળો આવ્યો હતો. શુક્રવારે રાત્રે જિલ્લા કલેક્ટર શાલીની અગ્રવાલ, પોલીસ કમિશ્નર આર બી બ્રહ્રમભટ્ટ અને ઓએસડી ડો. વિનોદ રાવની મહત્વની મિટીંગ મળી હતી. જેમાં મિટીંગ બાદ ઓએસડી વિનોદ રાવે કોરોનાની ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન થતુ રોકવા માટે ફ્લાઇંગ સ્કવોર્ડની રચના કરી હતી. ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ગાઇડલાઇન્સના પાલનની સઘન ચકાસણી કરવામાં આવશે. #EVA MALL

 

શનિવાર સવારથી જ વિવિધ વિસ્તારોમાં ટીમ નીકળી પડી હતી. કોરોનાની ગાઇડલાઇન્સના ચેકીંગની સાથે લોકોમાં જાગૃતિ લાવવા માટે સ્પીકર પર એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવ્યું હતું. પોલીસ અને પાલીકા દ્વારા કોરોનાને ડામવા માટે જોઇન્ટ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

#Vadodara – EVA MALL સીલ કરી ત્રણ દિવસ માટે બંધ કરાયો, કોરોનાની ગાઇડલાઇનનો ભંગ થતાં કોર્પોરેશનો સપાટો

શનિવારે ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા બપોર સુધી ખંડેરાવ માર્કેટ, કારેલીબાગ, વોર્ડ નં – 9, વોર્ડ નં – 5, માં નિયમોનું ઉલ્લંઘન કરનારાઓની દુકાનો અને ગોડાઉનને સીલ કર્યા હતા. શહેરમાં સૌ પ્રથમ વખત નિયમોના ઉલ્લંઘન બદલ મોલ સીલ કરવાની ઘટના શનિવારે સામે આવી હતી. શનિવારે માંજલપુર વિસ્તારમાં આવેલા ઇવા મોલને સીલ કરી દેવામાં આવ્યું હતું.

#Vadodara – EVA MALL સીલ કરી ત્રણ દિવસ માટે બંધ કરાયો, કોરોનાની ગાઇડલાઇનનો ભંગ થતાં કોર્પોરેશનો સપાટો

માંજલપુરના ઇવા મોલ બાદ હરણી રોડ પર આવેલા રીલાયન્સ સ્માર્ટ સુપર મોલ, ગેંડા સર્કલ પાસે આવેલા  ને પણ સીલ મારી દેવામાં આવ્યું હતું. પાલીકા દ્વારા એક જ દિવસમાં મોટી સંખ્યામાં દુકાનો, ગોડાઉન અને મોલ સીલ મરાતા વેપારી આલમમાં રોષની લાગણી જોવા મળી હતી.

More #EVA MALL #Vadodara News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud