• એક તસ્કર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ભાગી ગયો, આ દ્રશ્ય જોઈ ધાબા ઉપર ઉભેલો તસ્કર પણ ભાગી ગયો
  • ઘરની બહાર વોચમાં ઉભેલા બે તસ્કરો ભાગી છૂટ્યા, પરંતુ ઘરમાં સંતાયેલું ATM પકડાયું
  • તસ્કર ઇબ્રાહિમ ઉર્ફે એટીએમ રહીશોના હાથે ચડતા તેને ઢીબી નાખ્યો

#VADODARA - ચોરી કરવા આવેલો ATM કેવી રીતે પકડાયો, વાંચો

WatchGujarat. ATM – પાણીગેટ બાવચાવાડમાં સ્લમ ક્વાર્ટર્સમાં વહેલી સવારે લગ્ન પતાવી પરિવાર ઘરે આવ્યા હતા. કારમાંથી ઉતરતાની સાથે જ પ્રવેશદ્વારનો નકુચો અને તાળું તૂટેલું જોવા મળ્યું હતું. પરિવાર ઘરમાં ઘુસતાની સાથે તપાસ કરતા રસોડા લોખંડના પીપ પાછળ સંતાયેલો તસ્કર ઇબ્રાહિમ ઉર્ફે એટીએમ ઝડપાયો હતો . પરિવારે બુમાબુમ કરતા એકત્ર થયેલા ટોળાંએ ઇબ્રાહિમ ઉર્ફે એટીએમને મેથીપાક ચખાડી પાણીગેટ પોલીસને સોંપ્યો હતો. પોલીસે પકડાયેલા ઇબ્રાહિમ ઉર્ફે એટીએમ અને બે સાગરીતો સહિત ત્રણ વિરુદ્ધ ગુનો નોંધી બે ની શોધખોળ હાથ ધરી છે.

પાણીગેટ બાવચાવાડમાં આવેલ સ્લમ ક્વાર્ટર્સમાં રહેતા લાલાભાઇ ઈશ્વરભાઈ કહાર મચ્છીનો વેપાર કરે છે. ગત 30 તારીખે લાલાભાઇ પરિવાર સાથે મકાનને બંધ કરી હિંમતનગર ખાતે તેમના સાળા ના લગ્નમાં ગયા હતા. અને લગ્ન પતાવીને ગુરુવારે વહેલી સવારે ચાર વાગ્યે તેઓ ઘરે પરત ફર્યા હતા. ઘરે પહોંચ્યા બાદ લાલાભાઇ સ્કોર્પિઓ કાર માંથી સામાન ઉતારતા હતા. ત્યારે તેમના પત્ની બાળકો સાથે ઘર તરફ ગયા હતા. દમિયાં તેમની નજર પડી હતી કે તેમના મકાન નું લોક તૂટેલું હતું અને નકુચો પણ તૂટેલો હતો. જેથી તેમણે જોર જોરથી બૂમો પાડી હતી. પત્નીની બૂમો સાંભળતા લાલાભાઇ પણ તુરત જ ઘરમાં દોડ્યા હતા. ત્યારે ઘરમાં જતાં તેમના બ્લોકની નીચે એક અજાણ્યો શખ્સ ભાગતો દેખાયો હતો.જેથી લાલાભાઇ એ તેને રોકવાનો પ્રયાસ કરતાં તે શખ્સ તેમની પર તીક્ષ્ણ હથિયારથી વડે કરી ત્યાંથી ભાગી છુટયો હતો. આ દ્રશ્ય જોઈને મકાનના ધાબા પર ઉભેલો બીજો તસ્કર પણ ભાગી ગયો હતો.

લાલાભાઇ ઉપર થયેલા હુમલાથી સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ તેઓ મકાનમાં જતા મકાનમાં ચોરી થઇ હોવાનું અને સામાન વેર વિખેર પડયો હોવાનું જોવા મળ્યું હતું. તેમણે ઘરમાં તપાસ કરતાં લોકરમાં મૂકેલા રોકડા રૂ,1.50 લાખ જોવા મળ્યા ન હતા. લાલભાઈએ વધુ તપાસ કરતાં રસોડામાં લોખંડના પીપ પાછળ સંતાયેલો વધુ એક શખ્સ તેમને જોવા મળ્યો હતો. ત્યારે લાલભાઈએ બૂમાબૂમ કરતા સ્થાનિકમાં રહેતા લોકો ભેગા થઇ ગયા હતા. દરમિયાન આસપાસના લોકો પણ ઘરમાં દોડી આવ્યા હતા અને પીપ પાછળ સંતાયેલા તસ્કરને ઝડપી લઇ મારમાર્યો હતો. #ATM

સ્થાનિકમાં રહેતા જીતેન્દ્રભાઈ કહારે 100 નંબર ઉપર ફોન કરી પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળ પર દોડી આવી તસ્કરનો કબ્જો લઇ પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. જ્યાં તસ્કરનું નામ પુછતા તેનું નામ ઇબ્રાહિમ ઉર્ફે એટીએમ મોહમ્મદ તાહિર વાલા હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે પોલીસે તેની તપાસ કરતા પેટના ભાગે થી રોકડ રૂ,1.50 લાખ રૂપિયા રોકડા પણ મળી આવ્યા હતા. પોલીસે ઇબ્રાહિમ ઉર્ફે એટીએમની વધુ પુછપરછ કરતા તેની સાથે ચોરી કરવામાં મોહમ્મદ સફી મહંમદ રફીક કાગદી (રહે, બાવામાનપુરા) તથા મકાનના ધાબા ઉપર વોચ રાખવા ઉભો રહેલો કાલકા પ્રસાદ ઊર્ફે કાવા રમેશ કહાર (રહે લકુલેશનગર આજવારોડ) હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે પકડાયેલા ઇબ્રાહિમ ઉર્ફે એટીએમ અને બે સાગરીતો સહિત ત્રણ વિરુદ્ધ ગુનો નોંધી ભાગી જનાર બંનેની શોધખોળ શરૂ કરી હતી. #ATM

More #ATM #Theft #Vadodara News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud