• જયાં માનવી ત્યાં સુવિધાના ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે.
  • કોરોનાના કપરાકાળમાં પણ રાજ્ય સરકારે રૂ. 15 હજાર કરોડના વિકાસના કામોની ભેટ ગુજરાતની જનતાને ધરી છે.
  • વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દેશમાં કોરોના સામે રક્ષણ માટે ઝડપથી વેકસીન પ્રાપ્ત થાય તેવા સતત પ્રયાસો કરી રહ્યા છે
  • ગુજરાત પણ કોરોના વેકસીનના અસરકારક ડીસ્ટ્રીબ્યુશન માટે આયોજનબધ્ધ રીતે આગળ વધી રહ્યું છે

#Vadodara - જનતાના સહકારથી કોરોના સંક્રમણને નિયંત્રિત કરવામાં આપણે સફળ રહ્યા છીએ - CM વિજય રૂપાણી

WatchGujarat. CM – મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વડોદરા મહાનગરપાલિકાના દ્વારા શહેરીજનોની જનસુવિધા-જનસુખાકારીમાં જનસુવિધા-જનસુખાકારીમાં વધારો કરતા રૂ. 344.45 કરોડના વિવિધ કામોનોનું ઇ-ખાતમુહૂર્ત અને ઇ-શુભારંભ કરાવ્યો હતો.

CM વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, ગુજરાતના શહેરો વિશ્વના આધુનિક શહેરોની સમકક્ષ બને તે માટે રાજ્ય સરકારે શહેરોના સર્વાંગી વિકાસ માટે પાયાની અને માળખાગત સુવિધાઓ વ્યાપક પ્રમાણ માં ઉભી કરી છે. જ્યાં માનવી ત્યાં સુવિધાના ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે અને શહેરોમાં લોકોને મજબૂત અને પાકા સસ્તા આવાસ લાઈટ પાણી સહિત ની બધી જ સુવિધાઓ સરળતાથી મળે તે માટે પ્રતિબદ્ધ છે. કોરોનાના કપરાકાળમાં પણ વિકાસ ની ગતિ અટકી નથી અને રાજ્ય સરકારે રૂ. 15 હજાર કરોડના વિકાસના કામોની ભેટ ગુજરાતની જનતાને ધરી છે એમ પણ તેમણે કહ્યું હતું.

CM વિજય રૂપાણીએ આજે ગાંધીનગરથી વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીની ઉપસ્થિતિમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની જનસુખાકારી અને જનસુવિધાઓ અને પ્રાથમિક સુવિધાઓ સાથે અન્ય વિકાસના કામો તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતના રૂ. 344.45 કરોડના ખર્ચે વિવિધ કામોનું ઇ-ખાતમુહૂર્ત અને ઇ-શુભારંભ કરાવ્યો હતો. આ અવસરે નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશભાઇ પટેલ, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ વડોદરાથી જોડાયા હતા.

CM વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યું કે, કોરોનાના કપરા કાળમાં જનતા-જનાર્દનના સહકારથી કોરોના સંક્રમણને નિયંત્રિત કરવામાં આપણે સફળ રહ્યા છીએ. કોરોના સંક્રમિતોને સારામાં સારી સારવાર મળી રહે તેની રાજ્ય સરકારે સતત ચિંતા કરી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દેશમાં કોરોના સામે રક્ષણ માટે ઝડપથી વેકસીન પ્રાપ્ત થાય તેવા સતત પ્રયાસો કરી રહ્યા છે. એમ જણાવતાં CM વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યું કે, ગુજરાત પણ કોરોના વેકસીનના અસરકારક ડીસ્ટ્રીબ્યુશન માટે ધ્યાન કેન્દ્રિત કરી જરૂરિયાતમંદો સુધી વેકસીન પહોંચે તે દિશામાં આયોજનબધ્ધ રીતે આગળ વધી રહ્યું છે.

CMએ ઉમેર્યું કે, ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં વિકાસ કામોમાં અનેક અવરોધો-રૂકાવટો આવતી હતી. પરંતુ પ્રવર્તમાન શાસનમાં પ્રજાના પરસેવાના એક એક પૈસાનો સદઉપયોગ થઇ રહ્યો છે, એટલું જ નહીં ભૂતકાળના શાસનમાં ખાતમુહૂર્તના નામે પથરા મુકાતા, પરંતુ વિકાસ કામો આગળ વધતા નહોતા. અમારી સરકાર જે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરે છે તેનું સમયબધ્ધ રીતે આયોજન કરી સમયમર્યાદામાં કામો પૂર્ણ કરી તેનું ઉદઘાટના પણ અમે કરીએ છીએ.

CMએ જણાવ્યું કે, વડોદરા શહેરમાં છેલ્લા પાંચ વર્ષમાં મહાનગરપાલિકાએ હરણફાળ વિકાસ કર્યો છે. એટલું જ નહીં કોરોના કાળમાં પણ શહેરની વિકાસ પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવી શહેરીજનોની સુખાકારીમાં વધારો કરતા અનેકવિધ કાર્યો કરવા બદલ તેમણે મહાનગરપાલિકાની ટીમને અભિનંદન આપ્યા હતા.

CM એ સૌના સાથ સૌના વિકાસ મંત્ર સાથે માત્ર વિકાસ એ જ આપણો ધ્યેય મંત્ર સાથે કામ કરવા અનુરોધ કર્યો હતો. વડોદરા શહેરમાં રૂ. 344 કરોડના વિકાસ કામોની ભેટ મળતાં સાંસ્કૃતિક નગરી વડોદરાને નવી ઓળખ મળશે તેમ તેમણે ઉમેર્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં મેયર ડૉ. જિગિષાબેન શેઠે સૌનો આવકાર કર્યો હતો. અંતમાં મ્યુનિસિપલ કમિશનર પી.સ્વરૂપે આભારવિધિ કરી હતી. આ અવસરે ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા, સીમાબેન મોહિલે, પૂર્વમંત્રી ભૂપેન્દ્રભાઇ લાખાવાલા, અગ્રણી ડૉ. વિજયભાઇ શાહ, ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણ, વિવિધ સમિતિના અધ્યક્ષો સહિત નગરસેવકો હાજર રહ્યા હતા.

More #CM #Vijaybhai Rupani #Vadodara News
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud