• પોલીસે તપાસ કરતા મિત્રએ જ અંકિતનીહત્યા કરી હોવાનું પ્રાથમિક તબ્બકે જણાઈ આવ્યુ
  • માતાએ પૂછતાં મિત્ર યોમ ઉર્ફે અનિલ ભરવાડ સોનાની ચેનના બદલામાં ફોરચુનર કાર આપશે તેમ અંકિતે જણાવ્યું હતું
  • માતાએ અંકિતને ખોટી સોનાની ચેન આપી

#Vadodara - સોનાની ચેનના બદલામાં Fortuner કાર લેવા ગયોલો અંકિત સદાય માટે જતો રહ્યો

WatchGujarat. વાઘોડિયા રોડ પર આવેલી અંબે વિદ્યાલયમાં સ્કૂલમાં ધો-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની આજે વહેલી સવારે હત્યા કરાયેલી લાશદેણાં ગામની સીમમાંથી મળી આવી હતી. આ ઘટનામાં પોલીસે તપાસ કરતા મિત્રએ જ અંકિતનીહત્યા કરી હોવાનું પ્રાથમિક તબ્બકે જણાઈ આવે છે. પોલીસે આ મામલે મિત્ર યોમ ઉર્ફે અનિલ ભરવાડ અને અન્ય બે થી ત્રણ સાગરીતો સામે ગુનો નોંધી તમામની શોધખોળ હાથ ધરી છે. #Fortuner

#Vadodara - સોનાની ચેનના બદલામાં Fortuner કાર લેવા ગયોલો અંકિત સદાય માટે જતો રહ્યો
અંકિત વિશાલભાઇ પ્રજાપતિ

પ્રાપ્ત થતી માહિતી અનુસાર, વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી અંબે વિદ્યાલયમાં ધો-10માં અભ્યાસ કરતો અંકિત વિશાલભાઇ પ્રજાપતિની હત્યા કરી લાશને દેણા ગામની સીમમાં ફાકી દેવામાં આવી હતી. બુધવારે સાંજે 7:30 વાગ્યે અંકિતના ગુમ થયા પહેલા મિત્ર યોમ ઉર્ફે અનિલ ભરવાડે ફોન કરી સોનાની ચેન સાથે લઇ આવવા જણાવ્યું હતું. ત્યારે માતા પાસે સોનાની ચેન માંગતા માતાએ સોનાની ચેન આપવાની ના પડી હતી. અને શું કામે ચેન જોઈએ છે તે બાબતે માતાએ પૂછતાં મિત્ર યોમ ઉર્ફે અનિલ ભરવાડ સોનાની ચેનના બદલામાં ફોરચુનર કાર આપશે તેમ અંકિતે જણાવ્યું હતું.

માતાએ સોનાની ચેન આપવાની ના પાડતા અંકિત રિસામણે ચઢ્યો હતો. અને ઘરમાં એક ખૂણામાં જઇ મોઢું ચઢાવી બેઠો હતો. ત્યારે માતા આ દ્રશ્ય જોઈ શકી ન હતી. અને દીકરા અંકિતને સોનાની ચેઇન આપવા મંજૂરી દાખવી હતી અને યોમને કાર લાઇને લેવા માટે ઘર પાસે આવવાનું કહી ચેઇન આપી હતી. જોકે માતાએ અંકિતને ખોટી સોનાની ચેન આપી હતી. થોડીવારબાદ મિત્ર યોમ ઉર્ફે અનિલ ભરવાડ સ્વીફ્ટ કાર લઈને અંકિતના ઘર પાસે પહોંચ્યો હતો. ત્યારે અંકિત કારમાં બેસતા જ મિત્ર યોમ ઉર્ફે અનિલ ભરવાડે કારને આગળ ચલાવી હતી. ત્યારે કારનો પાછળ જઇ રહેલી માતાએ અન્ય બે ત્રણ યુવકોને પણ કારમાં બેસેલા જોયા હતા. #Fortuner

દરમિયાન રાત્રે 9 વાગ્યા હોવા છતાં અંકિત પરત ઘરે પહોંચ્યો ન હતો. જેથી તેના ફોનનો સંપર્ક સાધતા ફોન બંધ જણાયો હતો. માતાએ મિત્ર યોમ ઉર્ફે અનિલ ભરવાડને ફોન કરતા તેણે અંકિત મારી સાથે નથી તેમ જણાવી ફોન કટ કરી સ્વીચ ઓફ કરી દીધો હતો. આખી રાત પુત્રની રાહ જોયા બાદ વહેલી સવારે પોલીસ દ્વારા પુત્રના હત્યાની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ માતા રમીલાબેન વિશાલભાઈ પ્રજાપતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મિત્ર યોમ ઉર્ફે અનિલ ભરવાડ અને અન્ય બે થી ત્રણ સાગરીતો સામે ગુનો નોંધી તમામની શોધખોળ હાથ ધરી છે.

More #Fortuner #Ankit #Anil Bharwad #Murder #Vadodara News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud