• ફતેપુરા વિસ્તારમાં શાળામાં ભણતા મિત્રો વચ્ચે થયેલી માથાકુટનું હિંસક પરિણામ આવ્યું
  • એક મિત્રના પરિવારે બીજાને ત્યાં જઇને આક્ષેપો કરી હુમલો કર્યો
  • હુમલાખોરો તલવાર, એરગન લઇને આવ્યા હોવાનું સ્થાનિકે જણાવ્યું
  • સીટી પોલીસે ઘટના સ્થળે પહોંચી જઇ વધુ કાર્યવાહી હાથ ધરી

WatchGujarat. શહેરના ફતેપુરા વિસ્તારમાં મંગલેશ્વર ઝાંપા પાસે રહેતા અને ઘો- 10 માં ભણતા બે મિત્રો વચ્ચે માથાકુટ થઇ હતી. જેને લઇને એક સગીરના પરિવારે બીજા સગીરના પરિવારને આવું ન થાય તે માટે વાત કરી હતી. જેને લઇને મોડી સાંજે એક સગીરના પરિવારના સભ્યોએ એકઠા થઇને બીજાની દુકાનો પહોંચ્યા હતા. અને બાળકોના ઝગડાનો વાદ લઇને હિંસક હુમલો કરી દીધો હતો. તથા એરગનથી ફાયરીંગ કર્યું હતું. જેને લઇને સમગ્ર વિસ્તારમાં લોકટોળા એકત્ર થઇ ગયા હતા. અને સીટી પોલીસના સ્ટાફે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઇને મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

એરગનથી ફાયર કરાયેલો છરો

સમગ્ર મામલે હિંસાનો ભોગ બનનાર સમીર મન્સુરીના ભાઇ સોહેલ મન્સુરીએ મિડીયા સાથેની વાત માં જણાવ્યું હતું કે, મારા મોટાભાઇનો છોકરો ધો – 10 માં ભણે છે. તે અને તેનો મિત્ર સાથે રમે પણ છે.  તેની અને તેના મિત્ર વચ્ચે કોઇ માથાકુટ થઇ હશે. જેને લઇને મારા ભાભીએ મિત્રના પરિવારજનોને આવું ન થાય તે માટે વાત કરી હતી. જો કે, ત્યાર બાદ તેના પરિવારજનોએ ખોટા આક્ષેપ સાથે અમારી દુકાનો ઘસી આવ્યા હતા. અને તેમની સાથે હિંસક હથિયારો પણ લાવ્યા હતા.

મારા ભાઇ ખોટી રીતે વ્યવહાર કર્યો છે તેવો આક્ષેપ કરીને બોલાચાલી કરી તેના પર તલવાર વડે હિંસક હુમલો કર્યો હતો. અને એરગનથી ફાયરિંગ કર્યું હતું. જો કે, મારી દુકાનમાં કામ કરતા છોકરાએ સમયસુચકતા વાપરીને દુકાનનું શટર પાડી દીધું હતું. જેને લઇને હુમલા ખોરો વધારે કઇ કર્યા વગર ત્યાંથી નાસી છુટ્યા હતા.આશરે પાંચ જેટલા હુમલાખોરોએ આવીને ઉત્પાત મચાવ્યો હતો.

સોહેલ મન્સુરીએ મિડીયા સાથેની વાતમાં ઉમેર્યું હતું કે. તલવાર વાગવાથી મારા મોટા ભાઇ ઇજાગ્રસ્ત થયા છે. તેઓને 108 મારફતે સારવાર અર્થે મોટા દવાખાને લઇ જવાયા છે. સમીર મન્સુરી વ્યવસાયે બિલ્ડર છે. ફાયરિંગ કરવાને કારણે મારે ત્યાં કામ કરતા છોકરાને વાગતો રહી ગયો હતો. અને અમારી દુકાનમાં રાખેલા શેલ્ફ પરથી છરો મળી આવ્યો હતો. અમારે ત્યાં આવેલા લોકોમાંથી હું મકસુદ, મોહસીન, મુનાફ અને તન્નુને ઓળખું છું. બાકીના નામ મને યાદ નથી.

સમગ્ર મામલાની જાણ થતા સીટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચચી ગયો હતો. સ્થળ પર હાજર પોલીસ કર્મીએ મિડીયા સાથેની વાતમાં જણાવ્યું હતું કે, એરગનથી ફાયરીંગ કરવામાં આવ્યું છે. જેનો છરો સ્થળ પરથી મળી આવ્યો છે. હાલ આ મામલો પોલીસ કાર્યવાહી ચાલી રહી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud