જિલ્લા કલેકટર શાલીની અગ્રવાલની અધ્યક્ષતામાં જિલ્લામાં બાળશ્રમ નાબુદી માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી
ટાસ્કફોર્સની ટિમ દ્વારા હોટલ, દુકાનો તેમજ અન્ય વાણિજ્યિક સંસ્થાઓમાં ચેકીંગ કરવામાં આવતું હોય
WatchGujarat. નર્મદા ભુવનમાં આવેલી કચેરીના શ્રમ અધિકારી વિસ્તારમાં આવતી નવાપુરા સ્થિત જૈન કચોરીવાળાની દુકાને બે બાળકો કામ કરતા નજરે પડ્યા હતા. બાળકોની પૂછપરછ કરતા બાળમજૂરી કરાવવામાં આવતી હોવાનું વિગતો સામે આવી હતી. સમગ્ર મામલે નવાપુરા સ્થિત જૈન કચોરીવાળાના સંચાલકો સામે સીટી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. #Vadodara
પ્રાપ્ત વિગતો અનુસાર, જિલ્લા કલેકટર શાલીની અગ્રવાલની અધ્યક્ષતામાં જિલ્લામાં બાળશ્રમ નાબુદી માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. ટાસ્કફોર્સની ટિમ દ્વારા હોટલ, દુકાનો તેમજ અન્ય વાણિજ્યિક સંસ્થાઓમાં ચેકીંગ કરવામાં આવતું હોય છે. ચેકીંગ દરમિયાન રોકડનાથ પોલીસ ચોકી સ્ટેશન, નવા બજાર રોડ પર બે બાળકો મળી આવ્યા હતા. તેઓની પૂછપરછ કરતા તેમની પાસે બાળમજૂરી કરાવવામાં આવતી હોવાની હકીકતો સામે આવી હતી.
પૂછપરછ દરમિયાન વાત બહાર આવી હતી કે, બાળકો મૂળ યુપીના હતા અને છેલ્લા પંદર દિવસથી કચોરી વાળાની દુકાને કામ કરતા હતા. બંનેની ઉંમર તેર વરસની હતી જેથી જૈન કચોરી વાલા નામની દુકાન ચલાવતા માંગીલાલ હકીમચીચી કુશવાહ (રહે - કડક બજાર ન્યુ કોમ્પ્લેક્સ, સયાજીગંજ) તથા મધુબેન દિનેશભાઈ પ્રજાપતિ (રહે - રોકડનાથ, કુમ્ભારવાળાની ગલી) વિરુદ્ધ શ્રમ અધિકારીએ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અને બંને બાળકો શ્રમિકોને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપ્યા છે. જો કે , અન્ય એક રેડ દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં મું.પો. ટૂંડાવ તા: સાવલી ખાતેથી એક કિશોર શ્રમિકને મુક્ત કરાવવામાં આવ્યો હતો.
More #Child labor #Police Complaint #FIR #Jain Kachoriwala #Navabazar #Vadodara News