પીકઅપ ગાડીમાં રૂ 4.67 લાખનો ગાંજો છુપાવીને જતા બે ઇસમો ઝડપાયા
મહારાષ્ટ્રના ધુલીયાથી મહેસાણાના વિસનગરમાં ડિલિવરી આપવાની હતી
WatchGujarat. છોટાઉદેપુર-વડોદરા હાઇવે પર ડભોઇ નજીક ગઇ રાત્રે એક પીકઅપ ગાડીમાં વિવિધ સ્થળે છુપાવેલા ગાંજાના 40 પેકેટો મળ્યા હતાં. મહેસાણા તાલુકાના વિસનગર ખાતે ગાંજાની ડિલિવરી કરવા જતા મધ્યપ્રદેશના બે ઇસમોને જિલ્લા એસઓજીએ ઝડપી પાડી રૂ. 4.68 કિલો ગાંજા સાથે કુલ રૂ. 9.87 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, જિલ્લા SOGને મધ્યપ્રદેશ પાસિંગની બોલેરો પીકઅપ ગાડી છોટાઉદેપુર તરફથી આવતી હતી. અને તેમાં ગાંજાનો મોટો જથ્થો સંતાડયો છે તેવી બાતમી મળી હતી. તેના આધારે ગઇકાલે પણસોલી ગામના બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી. SOGની વોચ દરમિયાન ગાડી આવતા તેને રોકી અંદર બેસેલા ડ્રાઇવર શાંતિલાલ ભાવલાલ બરડે (રહે.ચીલારીયા તા.વરલા જિ.બડવાની, મધ્યપ્રદેશ) તેમજ તેની સાથેનો શખ્સ નવલસીંગ ભાયસીંગ નારવે (રહે.ગેરુઘાટી તા.વરલા, જિ.બડવાની, મધ્યપ્રદેશ)ની અંગજડતી કરવામાં આવી હતી. જેમાં મોબાઇલ અને રોકડ રકમ મળી હતી.
SOGએ બાદમાં પીકઅપ ગાડીમાં તપાસ કરતા પાછળની સીટ નીચે ચાર પેકેટો મળ્યા હતાં., આ ઉપરાંત બોનેટમાં ડ્રાઇવર સાઇડે તેમજ બીજી સાઇડ પરથી પણ પેકેટો મળ્યા હતાં. ગાડીના સ્પેર વ્હીલમાં પણ પેકેટો જણાયા હતાં. કુલ 40 પેકેટો મળ્યા હતાં જેમાં રૂ. 4.68 લાખની કિંમતનો 78. 165 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો ઉપરાંત બે મોબાઇલ, રોકડ, પીકઅપ ગાડી મળી કુલ રૂ. 9.87 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને પીકઅપ ગાડીમાં બેસેલા બંને ઇસમોની અટકાયત કરી હતી.
SOG એ ગાડીમાં હાજર લોકોને ગાંજાના જથ્થા અંગે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, મહારાષ્ટ્રના ધુલીયા જિલ્લાના સાંગલી તાલુકાના મહાદેવ ખાતે મનીષ ઉર્ફે મનોજ નારચ પાસેથી ગાંજાનો જથ્થો લાવ્યા હતા. અને આ જથ્થો મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે ભારતનગરમાં ડોડીયા તળાવની પાછળ રહેતા બાબુશા હુસેનશા ફકીરને આપવાનો હતો. ગાંજાના આ જથ્થા અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મહારાષ્ટ્રના ધુલીયાથી લેવામાં આવેલા ગાંજાના જથ્થાને 547 કિમી દુર મહેસાણા ખાતે ડીલીવર કરવામાં આવવાનો હતો. પરંતુ મહારાષ્ટ્રના ધુલીયાથી વડોદરા નજીક 360 કિમી નજીકથી જ ગાંજો એસ.ઓ.જી.એ પકડી પાડ્યો હતો.