• નવનિયુક્ત ભાજપના મહામંત્રીનો ગત રોજ જન્મ દિવસ હોવાથી મનુભાઇ ટાવર ભાજપ કાર્યલયમાં ઉજવણી કરવામાં આવી હતી.
  • સુનિલ સોલંકી સહીત કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સીંગના ધજાગરા ઉડાડતો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
  • સરકારની કોવિડની ગાઇડલાઇનનુ પાલન થતાં સયાજીગંજ પોલીસે મહામંત્રી સહીત ચાર સામે જાહેરનામા ભંગ, IPC 188, 269, 270 અને એપેડેમિક ડિસીઝ એક્ટ કલમ-3 મૂજબ ગુનો નોંધ્યો
  • તાપીની ઘટનામાં હાઇકોર્ટે લાલ આંખ દાખવતા રાજ્ય પોલીસ એક્શનમાં
રાજકીય શિકાર ? વડોદરા BJP કાર્યલયમાં બર્થ-ડેની ઉજવણી કરનાર નવનિયુક્ત મહામંત્રી સુનિલ સોલંકી સહીત 4 સામે ગુનો નોંધાયો
મહામંત્રી Sunil Solanki

WatchGujarat. BJP – તાજેતરમાં જ તાપી જિલ્લાના ડોસવાડા ગામે ભાજપના પૂર્વ મંત્રી કાંતિ ગામીતની પૌત્રીની સગાઇમાં સરકારની કોવિડની ગાઇડલાઇનના ધજાગરા ઉડતા હાઇકોર્ટે લાલ આંખ કરી હતી. ત્યારબાદ પોલીસે કાંતિ ગામીત તેમના પુત્ર સહીત 18 લોકો સામે ગુનો તેમની ધરપકડ કરી હતી. હજી તો આ ઘટનાની શાહી સુકાઇ નથી ત્યાં તો વડોદરા શહેર ભાજપના નવનિયુક્ત મહામંત્રીના જન્મ દિવસની ઉજવણી ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવી હતી. જ્યાં ફરી એક વખત સરકારની કોવિડની ગાઇડલાઇનના છડેચોક ઉલ્લંઘન થયાના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેથી પોલીસે આ મામલે મહામંત્રી સુનિલ સોલંકી સહીત ચાર સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

કોવિડની ગાઇડલાઇનનુ ઉલ્લંઘન કોઇ રાજકીય વ્યક્તિ દ્વારા પ્રથમ વખત કરાયુ હોય તેવી આ ઘટના નથી. થોડા સમય પહેલા રાજ્યમાં યોજાયેલી પેટાચૂંટણી દરમિયાન તમામ રાજકીય પક્ષ દ્વારા મોટી સંખ્યામાં રેલીઓ કાઢી જાહેર કાર્યક્રમમો યોજયા હતા. જ્યાં સરકારની કોવિડની ગાઇડલાઇનનુ અસંખ્યા વખત ઉલ્લંઘન થયુ હતુ. તેમ છતાં પોલીસ કે સરકાર દ્વારા રાજકીય હોદ્દેદાર સામે કોઇ પગલા લેવાયા ન હતા. જોકે ભાજપના શહેર પ્રમુખ ડો. વિજય શાહની નિયુક્તી થયા બાદ 29મી નવેમ્બરના રોજ ભાજપનુ માળખુ જાહેર કરાયુ હતુ. ડો. વિજય શાહની શહેર ભાજપ પ્રમુખ તરીકે નિયુક્તી કરાતા અનેક લોકો પેટમાં તેલ રેડાયુ હતુ. તેવી જ રીતે નવી ટીમમાં જૂના કર્મઠ કાર્યકરોને સમાવાતા અનેક લોકો નિરાશ પણ થયા હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે. #BJP

તેવામાં નવનિયુક્ત મહામંત્રી સુનિલ સોલંકીનો ગત રોજ જન્મદિવસ હોવાથી સયાજીગંજ સ્થિત મનુભાઇ ટાવર ખાતે આવેલા ભાજપ કાર્યલયે મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યાં હતા. જ્યાં સુનિલ સોંલકીના જન્મદિને કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. જોકે આ પ્રસંગે મોટી સંખ્યામાં હાજર લોકો માસ્ક પહેર્યા વિના જોવા મળ્યાં હતા. અને સોશિયલ ડિસટન્સીંગના પણ ધજાગ્રા ઉડ્યાં હતા.

જોકે આ સમગ્ર પ્રસંગનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાઇરલ થતા પોલીસના ધ્યાને આવ્યો હતો. જેથી સયાજીગંજ પોલીસે શહેર ભાજપના મહામંત્રી સુનિલ સોલંકી, મીનેશ પંડ્યા, પ્રતિક પંડ્યા અને લકધીરસિંહ ઝાલા સામે જાહેરનામા ભંગ સહીત IPC 188, 269, 270 અને એપેડેમિક ડિસીઝ એક્ટ કલ-3 મૂજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

More #BJP #Sunil Solanki #Celebration #Vadodara News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud