• શહેરના કિશનવાડી વિસ્તારમાં મંગળવારે બનેલી ઘટના
  • લગ્ન પ્રસંગ ટાણે રસોડામાં જમણવાર બનાવવાનુ કામ ચાલી રહ્યું
  • ગેસ સિલિન્ડરમાં આગ લાગ્યા બાદ ફાટતા ભારે દોડધામ મચી હતી.

#Vadodara - લગ્ન પ્રસંગમાં ગેસના સિલિન્ડરમાં આગ લાગતા બોમ્બ ફુટ્યો હોય તેવો જોરદાર ધડાકો થયો, જુઓ VIDEO

WatchGujarat. કોરોનાના વધતા કહેર વચ્ચે રાજ્ય સરકારે લગ્ન પ્રસંગમાં મર્યાદીત લોકોની હાજરીને મંજૂરી આપી છે. તેવામાં રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. જેથી રાત્રી યોજાતા લગ્ન પ્રસંગો પર રોક લાગી છે. જેથી દિવસના સમયે લોકો હવે લગ્ન મર્યાદીત લોકોની હાજરીમાં લગ્ન પ્રસંગ યોજી રહ્યાં છે. ત્યારે શહેરના કિશનવાડી વિસ્તારમાં લગ્ન પ્રસંગ ટાણે જ રસોડામાં ગેસ સિલિન્ડરમા આગ લાગતા બોમ્બ ફુટ્યો હોય તેવો ધડાકો થયો હતો. જોકે આ ઘટનામાં કોઇને ઇજા કે જાનહાની પહોંચી ન હતી.

બનવાની વિગત એવી છે કે, શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં રહેતા સુનિલભાઇ ઓડના પુત્રના લગ્ન લેવાયા છે. ત્યારે બપોરના સમયે જમણવારની તૈયારીઓ ચાલી રહીં હતી. તે સમયે રસોડામાં જમવાનુ બનાવતા સમયે અચાનક ગેસ સિલિન્ડરમાં આગ લાગી હતી. જોત જોતામાં સિલિન્ડરમાં લાગેલી આગના કારણે ધડાકો થયો હતો. જોકે ગેસ સિલિન્ડર ફાટતા બોમ્બ ફુટ્યો હોય તેવો ધડાકો થતાં હાજર લોકોમાં અફરા તફરી મચી હતી.

બનાવને પગલે સ્થાનિકો દ્વારા ફાયર બ્રીગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રીગેડના લાશ્કરો સ્થળ પર પહોંચે દરમિયાન સ્થાનિકો દ્વારા પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યો હતો. જોકે સ્થળ પર પહોંચેલા ફાયર બ્રીગેડના લાશ્કરો દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યાં હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઇને ઇજા કે જાનહાની પહોંચી ન હતી.

More #Kishanwadi #Vadodara News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud