સમા મંગલ પાંડે રોડ પર આવેલા અગોરા મોલ પાસે આજે સવારે અકસ્માત સર્જાયો હતો.
RMC મશીનના ચાલકે બાઇક સવાર યુવકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં યુવકનુ માથુ ફાંટી જતા ધટના સ્થળે જ તેનુ મોત નિપજ્યું હતુ.
સ્થાનિકોએ સ્વખર્ચે રસ્તા પર સ્પીડ બ્રેકર બનાવ્યું હતુ, જે ગઇકાલે પાલિકાએ હટાવી નાખ્યું હતુ.
વડોદરા. શહેરના મંગલ પાંડે રોડ પર આવેલા વિવાદાસ્પદ અગોરા મોલ પાસે આજે સવારે કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો હતો. જેમાં RMC મશીનના ચાલકે બાઇક સવાર યુવકને અડફેટે લેતા તેનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. ઉલ્લેખનીય છે કે, ટુંક સમય પહેલા જ સ્થાનિકો દ્વારા આ રસ્તા પર સ્વખર્ચે રોડ પર બમ્પર બનાવવામાં આવ્યું હતુ. જે કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા હટાવી દેવામાં આવ્યું હતુ અને એ જ યુવકના મોતનુ કારણ બન્યું હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. બનાવને પગલે સમા પોલીસ સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
શહેરના સમા સાવલી રોડ પરના નંદાલય સોસાયટીમાં રહેતો ઉર્શિલ દેસાઇ ગેન્ડા સર્કલ સ્થિત એક ખાનગી કંપનીમાં ફરજ બજાવતો હતો. મંગળવારે સવારે ઉર્શિલ પોતાના બાઇક લઇને નોકરી પર જવા માટે નિકળ્યો હતો. જ્યાં વિવાદાસ્પદ અગોરા મોલ પાસે પહોંચતા જ માતેલા સાંઢની જેમ અંદરથી નિકળેલા RMC મશીનના ચાલકે બાઇક સવાર યુવકને અડફેટે લીધો હતો. RMC મશીનની અડફેટે આવેલો બાઇક સવાર યુવક અકસ્માત સર્જાતા ધડાકાભેર નિચે પટકાયો હતો. અકસ્માતના આ બનાવમાં બાઇક ચાલક ઉર્શિલનુ માથુ ફાટી જતા ઘટના સ્થળે જ તેનુ મોત નિપજ્યું હતુ. બનાવને પગલે રોષે ભરાયેલા સ્થાનિકો તાત્કાલીક દોડી આવ્યાં હતા.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી બની રહેલા વિવાદીત અગોરા મોલ સામે જમીન પચાવી પાડવા અને ગેરકાયદે બાંધકામ ઉભુ કરવા મામલે અનેક ફરીયાદો અને આક્ષેપો થયા છે. ત્યારે ફરી એક વખત અગોરા મોલ વિવાદમાં સપડાયો છે. જ્યાં રોજના 100થી વધુ ડમ્પર માતે સાંઢની જેમ રસ્તા પર પસાર થતા હોવાથી સ્થાનિકોના જીવ જોખમાય તેવી પરિસ્થિતિ સર્જાઇ રહીં હોવાના સ્થાનિકોનો આક્ષેપ છે. તેવામાં આજે સવારે બનેલી અકસ્માતની આ ઘટાનમાં RMC મશીન પણ અગોરા મોલમાંથી જ બહાર નિકળતા બાઇક ચાલક યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.
રસ્તા પર પુરપાટ ઝડપે નિકળતા ડમ્પરોના ત્રાસ અંગે સ્થાનિકોએ વારંવાર તંત્રને બમ્પર બનાવવા અંગે રજૂઆતો કરી હતી. પરંતુ કોઇ નિકાલ ન થતા આખરે લોકોએ સ્વખર્ચે રસ્તા પર બમ્પર બનાવ્યું હતુ. જે બમ્પર ગઇકાલે એટલે કે સોમવારે પાલિકા તંત્ર દ્વારા હટાવી દેવામાં આવ્યું અને મંગળવારે સવારે અકસ્માતમાં પરિવારે પુત્ર ગુમાવી દીધો હતો.